ક્રાઇમ
યુવકના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી અજાણ્યો ફરાર
યુવકના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી અજાણ્યો ફરાર
અડાજણ ચોકસી વાડી ચાર રસ્તા ખાતે ગણપતિ મહોત્સવ જોવા નીકળેલા ડભોલી ના યુવકના ખિસ્સામાંથી અજાણ્યો ચોર મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો
ડભોલી રોડ શિવાલિક કોમ્પ્લેક્સ ની બાજુમાં ભૂમિ પાર્ક સોસાયટીમાં રહેતા દર્શન મુકેશભાઇ વરીયા એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગઈકાલે નાનાભાઈ તેજસ અને ફોઈના દીકરા યાજ્ઞિક સાથે અડાજણ ચોકસી વડી ત્રણ રસ્તા પાસે ગણપતિ મહોત્સવ જોવા નીકળ્યો હતો. ત્યારબાદ આશરે દશેક વાગ્યાના સમયે બધાય અડાજણ ચોકસીવાડી ત્રણ રસ્તા પાસે આવેલ અને ત્યા ગણપતી જોતા હતા ત્યારે ખુબ જ ભીડ હતી ત્યારે દર્શન વરીયાના ખિસ્સામાંથી કોઈ અજાણ્યો ચોર તેની નજર ચૂકવી samsung કંપનીનો સ્માર્ટફોન ચોરી કરી ભાગી ગયો હતો આ અંગે દર્શનએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી