વીજ કરંટ લાગતા ૩ શ્રમિકો પોલ પરથી પટકાયા, આબાદ બચાવ

વીજ કરંટ લાગતા ૩ શ્રમિકો પોલ પરથી પટકાયા, આબાદ બચાવ
શિનોરના તેરસા ગામે જ્યોતિગ્રામ યોજનાના કામમાં મોટી બેદરકારી
શિનોર તાલુકાના તેરસા મુકામે જ્યોતિગ્રામ નું કામ કરતા શ્રમિકોને વિધુત કરંટ લાગતા, નીચે પડી જવા છતાં આબાદ બચાવ થયો છે.
શિનોર તાલુકાના તેરસા ગામે જ્યોતિગ્રામ યોજના MBCC કામ કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા થઈ રહ્યું હતું ,આજરોજ તારીખ 3 એપ્રિલ 2026 ને બપોરના સમયે કુકસ એગ્રીકલ્ચર લાઈન ઉપર જ્યોતિ ગ્રામનું લાઈનનું કામ MBCC ચાલી રહ્યું હતું અને જાણવા મળ્યા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા જાણ કરવા છતાં વીજ કંપની દ્વારા એગ્રીકલ્ચરનો પાવર બંધ કરવામાં આવ્યો નહતો. ચાલુ કામગીરી દરમિયાન જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચર લાઇનના વાયરો ભેગા થતા કામ કરતા શ્રમિકોને કરંટ લાગ્યો હતો અને પુલ પર કામ કરતા આ શ્રમિકોને કરંટ લાગતા નીચે પટકાયા હતા ,પરંતુ નીચે માટી હોવાના કારણે કોઈ મોટી ઈજા થઈ નહોતી અને વિદ્યુત વાયર હાથમાંથી છૂટી જતા ત્રણેયનો આબાદ બચાવ થયો હતો. તેઓના હાથે અને છાતીના ભાગે કરંટ લાગતો ઇજા થઈ હતી, કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને સલામતીના કોઈ સાધનો આપવામાં આવ્યા નહોતા એવું જાણવા મળેલ છે, ઇજા ગ્રસ્તોને મોટા ફોફળિયા સી.એ .પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સામાન્ય ઇજા હોવાના કારણે રજા આપવામાં આવેલ છે. કોઈ જાનહાની થયેલ નથી.



