રાજપથ ક્લબ, અમદાવાદ ખાતે ફેસ્ટિવ અને વેડિંગ કલેક્શન માટે “પેજ 3 લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન”નું આયોજન
- આએક્ઝિબિશન 29 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર સુધી
- 100+ મેગાફેશન ડિઝાઇનર સ્ટોલ્સ
- અમદાવાદ, વડોદરા, રાજકોટકોલકાતા, જયપુર, બેંગ્લોર, પંજાબ, સુરત, પાકિસ્તાન દિલ્હી, બિહાર,નાગપુર, મુંબઈના ડિઝાઇનર રહેશે ઉપસ્થિત
અમદાવાદના ફેશન લવર્સ માટે ગોલ્ડન હોલ, રાજપથ ક્લબ ખાતે 29 સપ્ટેમ્બર, 2023થી 01 ઓક્ટોબર, 2023 દરમિયાન “પેજ 3 લાઈફ સ્ટાઇલ એક્ઝિબિશન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક ખાસ એક્ઝિબિશન છે કે જે ઓર્ચિડ ઈવેન્ટ્સ દ્વારા હોસ્ટ કરાયું છે.
પેજ 3ના આયોજક શ્રી બ્રિજેશ શાહ તથા શ્રીમતી પાયલ જોષી એ જણાવ્યું હતું કે, “આ એક્ઝિબિશન તેના પોતાના પ્રકારમાં અનોખું છે જે અમદાવાદમાં નવરાત્રિ અને દિવાળી જેવા ફેસ્ટિવલ્સ માટે પુરુષો અને મહિલાઓ માટેના ડિઝાઈનર ક્લોથ્સનું વિશિષ્ટ કલેક્શન છે. દરેક મુલાકાતીને તેમની ખરીદી માટે વિશિષ્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડિઝાઇનર્સ પાસેથી શ્રેષ્ઠ ડિઝાઇન મળે છે. આ એક્ઝિબિશનમાં સમગ્ર ભારતમાંથી એક્ઝિબિટર્સ આવ્યા છે જેમ કે, કોલકાતા, જયપુર, બેંગ્લોર, પંજાબ, સુરત, પાકિસ્તાન બાંગ્લાદેશ, દિલ્હી, બિહાર, નાગપુર, મુંબઈ વગેરે. આ એક્ઝિબિશનમાં નવીનતમ નવરાત્રી દિવાળી અને વેડિંગનું નવીનતમ વિશિષ્ટ કલેક્શન છે.
તે તમામ પ્રદર્શકોને તેમના ઉત્પાદનને લોન્ચ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે કારણ કે તેઓ બજાર સંશોધન તેમજ બજાર સ્પર્ધાનું મૂલ્યાંકન કરી શકે છે. તેમાં વિશિષ્ટ નવરાત્રિ, દિવાળી અને વેડિંગ માટેનું કલેક્શન જેમકે, ડિઝાઈનર વસ્ત્રો, વેસ્ટર્ન વેર, સિલ્ક સાડી, બાંધણી, હોમ ડેકોર, કુર્તી, ડ્રેસ મટિરિયલ્સ, મેન્સ વેર, કિડ્સ વેર, એન્ટિક, ફેશન ઈમિટેશન જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ સાડીઓ, વોલ ડેકોર, હેન્ડીક્રાફ્ટ, લખનવી ચિકન, પર્સ, એસેસરીઝ, હેલ્થ એન્ડ વેલનેસ, ફેશન એસેસરીઝ, ગૃહ ઉદ્યોગ સ્નેક્સ, ઓર્ગેનિક સોપ્સ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, ક્લે પ્રોડક્ટ્સ, ક્રોશેટ બેગ્સ, ટેરાકોટા, ગિફ્ટ આઇટમ્સ, ચોકલેટ, લેધર આઇટમ્સ, આર્ટિફિશિયલ ફ્લાવર્સ, કિચન સેફટી, હેર એસેસરીઝ અને અન્ય ઘણી વસ્તુઓ અહીં એક્ઝિબીટ કરવામાં આવે છે.