ધર્મ દર્શન

રાજકોટનાં આંગણે સદભાવના વૃદ્ધાશ્રમનાં ઉપક્રમે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”

રાજકોટનાં આંગણે સદભાવના વૃદ્ધાશ્રમનાં ઉપક્રમે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”


ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્વિક રામકથામાં હાજરી આપશે

પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપનાર અને ભારતીય કૃષિ સમગ્ર ગુજરાતભરમાં પ્રચાર-પ્રસાર કરનાર, આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” માં હાજરી આપશે.

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર, નિઃસંતાન,પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક ‘રામકથા’ માનસ સદભાવના નું આયોજન તારીખ :23 નવેમ્બર 2024 થી 01 ડિસેમ્બર 2024 સુધી રાજકોટમાં કરવામાં આવી રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 એકર જગ્યામાં , 5000 નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે.

અત્રે ઉલેખનીય છે કે, આર્ય સમાજના પ્રચારક, આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક ગુજરાતના 20મા રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ છે. તેઓ આર્ય સમાજના પ્રચારક અને શિક્ષણવિદ છે. તેમણે કુરુક્ષેત્ર, હરિયાણામાં ગુરુકુળના આચાર્ય તરીકે સેવા આપી છે. ગુજરાતમાં ૧૦ લાખ ખેડૂતોએ રાસાયણિક ખેતી ત્યજીને ગાયોના સંવર્ધન સાથે ધરતીમાતાને ઝેરમુક્ત કરી છે તથા નફાનો પાક લણવા સાથે સ્વસ્થ જીવન જીવવા તરફ જબરદસ્ત આગેકૂચ કરી છે.તેમણે ખેડૂતોની વચ્ચે જઈને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપીને ખેડૂતોને જાગ્રત કરવાનું અભિયાન ચલાવ્યું છે એ સફળ થયું છે.

વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે. વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા. 23 નવેમ્બર–2024 થી તા. 01 ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” યોજાનાર છે. કથાનો સમય 23 નવેમ્બરે સાંજે 4 થી 6:30 વાગ્યા સુધી અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 10:00 થી 1:30 સુધીનો છે. વૈશ્વિક રામકથા કાર્યાલય : ધ ટ વિન ટાવ ર, અમીન માર્ગ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે, રાજકોટ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button