ફ્લાઇવીંગ ફાઉન્ડેશન દ્વારા મુંદરા મધ્યે શ્રીમદ ભગવદ્દ ગીતા અધ્યન પાઠશાળા નો શુભારંભ
આજ રોજ હનુમાન મહોત્સવ ના દિવસે ઘનશ્યામ પાર્ક મુંદરા મધ્યે
કષ્ટભંજન હનુમાનજી મહારાજ અને સોમેશ્વર મહાદેવ ના પ્રાંગણમાં હનુમાન જન્મોત્સવ ના દિવસે શ્રીમદ ભગવદ્દ ગીતા અધ્યન પાઠશાળા નો મંત્રોચ્ચાર સાથે શુભારંભ કરવા માં આવ્યો હતો જેમાં મુંદરા Pi શ્રી હાર્દિક ત્રિવેદી સાહેબ શાસ્ત્રી અશોકભાઈ યાજ્ઞિકજી,શાસ્ત્રી હર્ષભાઈ યાજ્ઞિક,અને મંદિર ના ટ્રસ્ટી શ્રી ઓ તેમજ પધારેલા તમામ હનુમાન ભક્તો એ શુભકામના પાઠવી હતી શ્રીમદ ભગવદ્દ ગીતા અધ્યન દર મંગળવારે અને શુક્રવારે યોજવા માં આવશે જેમાં સૌ પ્રથમ સંસ્કૃત નું જ્ઞાન અને ત્યારબાદ ગીતાજી ના તમામ અધ્યાયો અને ગીતાજી નું ઉંડાણ પૂર્વક નું અધ્યન ચિંતન કરવા માં આવશે અને નિઃશુલ્ક સંસ્કૃત અને શ્રીમદ ભગવદ્દ ગીતા શીખવાડવા માં આવશે જેમને નામ લખાવું હોય તેવો 7359696938 પર લખાવી શકે છે તેવું ટ્રસ્ટ ના ફાઉન્ડર ટ્રસ્ટી સંજય બાપટે જણાવ્યું હતું આ કાર્યકમ્ માં ટ્રસ્ટી માણેક બારોટ,ટ્રસ્ટી શિવમ આચાર્ય એ કાર્યક્રમ સફળ બનવા જહેમત ઉઠાવી હતી