ક્રાઇમ

રાજસ્થાન રોયલ્સ-કિંગ્સ ઇલેવન પંજાબની લાઇવ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપાયો

મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓ દ્રારા હાલમાં ચાલતી IPL ની ટી-૨૦ મેચ ઉ૫૨ ૨માતા સટ્ટાના કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર સી.ટી.દેસાઈ ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પો.સ્ટે વીસ્તારમાં ડિડેટનો સટ્ટો ૨મી/૨માડતા ઈશમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફનાં માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન તેઓને મળેલ ચોક્કસ બાતમી આધારે ચાવલાચોક ભારત ગારમેન્ટની દુકાનમા ગાંધીધામ ખાતેથી રાજસ્થાન રોયલ્સ-કિંગ્સ ઇલેવન પંજાબની લાઇવ મેચ ઉ૫૨ HD777 નામની સાઈટ ઉપર બનાવેલ આઈ.ડી ઉપર સટ્ટો રમી/૨માડતા ઈશમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી:- કૃણાલ મહેશભાઇ સુખવાણી ઉ.વ.૨૮ રહે.મ.નં.૫૩૪ લીલાશાનગર ગાંધીધામ.
મુદામાલઃ- (૧) આઇફોન કંપનીનો મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૩૦,૦૦૦/- (૨) રોકડા રૂ.૮૭૪૦૦/- કુલ્લે કિ.રૂા.૧,૧૭,૪૦૦/-
ઉપરોકત કામગી૨ી પોલીસ ઈન્સ્પેકટર સી.ટી.દેસાઈ નાઓની સુચનાથી પો.સબ ઇન્સ. એમ.વી.જાડેજા તથા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button