કામરેજમાં નોંધાયેલ ૧૫ લાખ રૂપિયાની લુંટના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ
કામરેજમાં નોંધાયેલ ૧૫ લાખ રૂપિયાની લુંટના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ
આરોપીએ એલ.સી.બી. વડોદરા પોલીસ તરીકેની ઓળખ આપી લાખોની લૂંટ ચલાવી હતી.
શહેર તથા શહેર બહાર વિસ્તારના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવેલ હોય જે અન્વયે સંયુક્ત પોલીસ કમિશ્નર, ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશ્નર કાઈમ નાઓની સુચના હેઠળ પોલીસ ઇન્સપેકટર ડી.સી.બી.પો.સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમબ્રાંચની અલગ અલગ ટીમો શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને શોધી ઝબ્બે કરવા સારૂ પેટ્રોલીંગમા હતી. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સુરત ગ્રામ્ય વિસ્તારના કામરેજ પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.ર.નંબર-11214020232507/2023 ઇ.પી.કો.કલમ-૩૯૨,૩૨૩, ૫૦૪,૧૧૪ મુજબના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા સાત માસથી ફરાર આરોપી ભરત મનોજભાઇ પરમાર, (ચૌહાણ), ઉ.વ.૨૫. રહે, ૧૦૭, કાઠીયાવાડી ચાલ, નવી ધરતી, નાગરવાડ, કારેલીબાગ, વડોદરા. મુળ વતન-ગામ- ગુંદરણ, તા.લીલીયા, જી.અમરેલી વાળાને નાના વરાછા, શક્તિ વિજય સોસાયટી પાસેથી ક્રાઇમબ્રાંચની ટીમે ઝડપી પાડેલ છે.
આ ગુનાની હકીકત એવી રીતેની છે કે,ફરીયાદી વંદીપભાઇ મનુભાઇ રૂપારેલીયા, રહે. બી/૧૨૮, શક્તિ લેક સીટી, કેનાલ રોડ, મામાદેવ ચોક નનસાડ, તા.કામરેજ નાઓ મકાન લે વેચનો ધંધો કરતા હોય ગઇ તા.૧૩ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ધંધાકીય કામથી તેઓના પરીચિત પાસેથી વડોદરા મુકામેથી રોકડા રૂા.૧૫ લાખ લઇ પોતાના મિત્રો સાથે વર્ના કારમાં પરત આવી રહેલ હતા તે વખતે મોજે ખોલવડ ગામની સીમમાં, વડોદરા થી કામરેજ તરફના નેશનલ હાઇવે નંબર-૪૮ ના સર્વીસ રોડ ઉપર મેકડોનાલ્ડ હોટલની સામે એક ઇનોવા કારમાં આવેલ ઇસમોએ તેઓની કાર રોકી ગાડીમાં બેસી એલ.સી.બી. વડોદરા પોલીસ તરીકેની ઓળખ આપી વડોદરાથી કાંડ કરીને તમો રૂપિયા લાવેલ છો તેમ જણાવી ધોલ ધપાટ કરી નાલાયક ગાળો આપી ફરીયાદી પાસેની રોકડ તેમજ સાહેદોના મોબાઇલ ફોનો મળી કુલ્લે રૂ।.૧૫,૧૦,૫૦૦ ની મત્તાની લુંટ ચલાવી ઇનોવા કારમાં નાશી ગયેલ હોવા અંગેનો ગુનો જાહેર થયેલ હતો. સદર ગુનામાં ફરીયાદી સાથે રોકડ લેવા માટે ગયેલ તેઓના મિત્ર મુકેશભાઈ મનજીભાઈ સોલંકી નાઓએ તેના સાગરીત દેવાયત ઉર્ફે દેવ પરબતભાઈ ભોજવીયાને તેઓ ફરીયાદી સાથે રોકડ લેવા માટે જવાના છે અને રૂપિયા બે નંબરના હોય લુટી લેવામાં આવશે તો કોઇ પોલીસ ફરીયાદ થશે નહી તેમ જણાવતા આરોપી દેવાયત ઉર્ફે દેવ ભોજવીયાએ પ્લાન બનાવી તેના સાગરીતો અજય અને હિતેશ તેમજ વડોદરા ખાતેથી હાલ પકડાયેલ આરોપી ભરત મનોજભાઇ પરમારને લઇ ઇનોવા કારમાં ફરીયાદીની કારમાં પીછો કરતા આવી કામરેજ પાસે રોકી એલ.સી.બી.વડોદરા પોલીસ તરીકેની ઓળખ આપી રોકડની લુંટ ચલાવી નાશી ગયેલ હતા જે ગુનામાં તમામ સહ આરોપીઓની કામરેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને હાલનો આરોપી પોલીસ પકડથી દુર રહેવા પામેલ જેને ક્રાઇમ બ્રાંચની ટીમે મળેલ બાતમી હકીકત આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબ્જો સુરત ગ્રામ્ય, કામરેજ પો.સ્ટે. ને સોંપવા તજવીજ કરેલ છે. પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.