ગુજસીટોકના ગુનામાં જામીન ઉપર છુટીને આવેલ કૈલા આંબા બંટી ગેંગના લીડર પ્રવિણ ઉર્ફે આંબા કોળીને રેમ્બો ચપ્પુ સાથે પકડી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલંસ ટીમ

ગુજસીટોકના ગુનામાં જામીન ઉપર છુટીને આવેલ કૈલા આંબા બંટી ગેંગના લીડર પ્રવિણ ઉર્ફે આંબા કોળીને રેમ્બો ચપ્પુ સાથે પકડી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલંસ ટીમ
શહેરમાં બનતા ગંભીર ગુનાઓ અટકાવવા તથા અગાઉ આવા ગુનાઓમાં સંડોવાયેલ અને હાલ જામીન ઉપર છુટીને આવેલ હોય તેવા આરોપીઓ ઉપર વોચ રાખવા સુચના મળેલ જે અન્વયે ડીંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ચુડાસમા નાઓના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એચ.મસાણીના માર્ગદર્શન મુજબ સર્વેલંસ સ્કોડના પોલીસ માણસો ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડીંડોલી નવાગામ આર.ડી.ફાટક પાસે રણછોડનગર સોસાયટીમાં જાહેરમાંથી ડીંડોલી પોલીસ સ્ટેશનના ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં જામીન ઉપર છુટીને આવેલ “કૈલા આંબા બંટી ગેંગ” ના લીડર પ્રવીણ ઉર્ફે અંબો આધાર કોળી ઉ.વ.૩૨ રહે.પ્લોટ નં.૧૧૦, ગંગાસાગર સોસા., નવાગામ, ડીંડોલી નાઓને રેમ્બો ચપ્પુ સાથે ઝડપી પાડેલ છે.
ગુજસીટોકના ગુનાના આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પકડાયેલા આરોપી પ્રવીણ ઉર્ફે અંબો ૧પ જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે,
ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ.એચ. મસાણી,
હે.કો. હેમંતભાઇ શાલિગ્રામ, હે.કો. કિરીટભાઇ હરિભાઇ, હે.કો. અનિલકુમાર રામઅવતાર, પો.કો. નિકુલદાન ચેનદાન અને પો.કો. બ્રિજરાજસિંહ ભરતસિંહ એ કરી હતી,