ક્રાઇમ
300 કિલો ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી સુરત મોકલનાર NDPS ના ગુનામાં નાસતા ફરતા આરોપી ને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો..
300 કિલો ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી સુરત મોકલનાર NDPS ના ગુનામાં નાસતા ફરતા આરોપી ને સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો..
સુરત પોલીસ કમિશનર ની No drugs in Surat city અંતર્ગત નશીલા પદાર્થો ની હેરાફેરી રોકવા ખાસ મુહીમ ચલાવવામાં આવી રહી છે.
શહેર ના કતારગામ વિસ્તારમાં ગાંજા નો જથ્થો મોકલવા ના NDPS ના નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી ને ક્રાઇમ બ્રાંચે ઓરિસ્સા થી ઝડપી પાડયો છે.
સુરત ક્રાઇમબ્રાંચ ને હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ચોક્ક્સ બાતમી દારો દ્વારા માહિતી મળી હતી કે ગાંજા નો જથ્થો મોકલનાર આરોપી ઓરિસ્સા માં છુપાયેલો છે જેના આધારે ક્રાઇમ બ્રાંચ ની ટીમ ઓરિસ્સા પહોંચી હતી. વોન્ટેડ આરોપી સનિયા નાહક ને ગંજામ ઓરિસ્સા થી ઝડપી પાડી સુરત લઈ આવી હતી. ક્રાઇમ બ્રાંચે આરોપી ને કતારગામ પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરી છે.