સુરતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરે છે
સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અલ કાયદા સાથે સંકળાયેલા મૂળ બાંગ્લાદેશના આરોપી અબુબકર ના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સુરતમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરે છે અને ગેર પ્રવૃતિઓ કરી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર પહોંચાડે છે જેથી પોલીસ આવા ગેરકાનૂની રીતે રહેતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે જે અંતર્ગત થોડા દિવસ પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વેસુ ખાતેથી અલ કાયદા સાથે સંકળાયેલા મૂળ બાંગ્લાદેશના આરોપી અબુ બકર ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસે ભારતનું આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ મળ્યા હતા તેથી પોલીસે આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવનાર અન્ય આરોપીને ઝડપી પાડ્યો છે. અબુબકરે આરોપી અખિલેશ પ્રહલાદ ગૌતમ પાસે આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. આ ગુનામાં આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે આરોપીની પૂછપરછ માં સામે આવ્યું હતું કે તે ₹500 લઈ આધારકાર્ડ બનાવતો હતો આરોપી 2014 થી ગૌતમ કન્સલ્ટન્સી નામથી આધારકાર્ડ બનાવે છે હાલ આરોપીની ધરપકડ કરી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.