લેન્ક્સેસ માટે ટોચનું રેટિંગઃ CDPએ આબોહવા અને જળ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઓળખી કાઢી

લેન્ક્સેસ માટે ટોચનું રેટિંગઃ CDPએ આબોહવા અને જળ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઓળખી કાઢી
તમામ રેટ કરેલી કંપનીઓમાંની ટોચની 2 ટકામાં લેન્ક્સેસનો સમાવેશ
આઠમી વખત આબોહવા કેટેગરીમાં CDP “A યાદી”માં સમાવિષ્ટ
CDPએ લેન્ક્સેસના જળ સંરક્ષણને A રેટિંગ આપ્યુ –
મુંબઇ, 7 મે, 2025: આબોહવા સંરક્ષણ CDPએ લેન્ક્સેસને આબોહવા પરિવર્તન સામે લડવા માટેની તેની શ્રેષ્ઠ પ્રતિબદ્ધતાનુ સન્માન કર્યુ છે. પ્રવર્તમાન મુલ્યાંકમાં CDPએ સ્પેસિયાલિટી કેમિકલ્સ કંપનીને ‘ક્લાઇમેટ’ કેટેગરીમાં ટોચના “A” ગ્રેડ આપ્યો છે. તે લેન્ક્સેસને CDP દ્વારા મુલ્યાંકન કરાયેલ 24,700થી વધુ કંપનીઓના ટોચના 2 ટકામાં મુકે છે.
ગ્રેડ “A” એવી કંપનીઓને આપવામાં આવે છે જે આબોહવા સંરક્ષણ અને જે તે પ્રોજેક્ટસના અમલીકરણમાં પોતાના પ્રવૃત્તિઓ વિશે ખાસ કરીને પારદર્શક રીતે અને વિસ્તૃત રીતે જાણ કરે છે. આવું કરવા માટે તેઓને તેમની વ્યૂહરચનાઓ અને પગલાંઓનું નિરૂપણ કરવુ પડે છે, જેમાં વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત હોય તેવા લક્ષ્યાંકો સ્થાપિત કરવા અને આબોહવા સંરક્ષણ યોજના ઘડવાનો સમાવેશ થાય છે. લેન્ક્સેસ CDPને 2012થી આબોહવા સંરક્ષણ સંબંધિત ડેટાની જાણ કરે છે.
વધુમાં CDPએ જળ સ્ત્રોતોના સુરક્ષિત અને જવાબદાર વપરાશની લેન્ક્સેસની પ્રતિબદ્ધતાનું મુલ્યાંકન કર્યુ છે. સંસ્થાને “A”થી નવાજવામાં આવી છે.
“અમારા ઉકેલો અને કુશળતા સાથે, અમે ટકાઉ વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપીએ છીએ. તેની સાથે જ અમે અમારા ગ્રાહકોને તેમના ટકાઉતાના લક્ષ્યાંકો હાંસલ કરવામાં પણ મદદ કરીએ છીએ. CDPનું નવેસરનું ટોચનું રેટિંગ અમારા આબોહવા સંરક્ષણ પરત્વેની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે અને અમે યોગ્ય માર્ગે છીએ તે બતાવે છે” એમ લેન્ક્સેસ એજીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય હ્યુબર્ટ ફિન્કએ જણાવ્યું હતું.
CDP: પર્યાવરણીય ડેટાની મહત્તમ પારદર્શકતા
સ્વતંત્ર બિન-નફાકારક સંસ્થા CDP ગ્રીનહાઉસ ગેસ સ્ત્રાવ અને જળ સ્ત્રોતોના વ્યવસ્થાપન અને વન પર વૈશ્વિક પારદર્શકતાનું સર્જન કરવા માટે સમર્પિત છે. 2025માં 24,700 કરતા વધુ કંપનીઓએ પોતાનો ડેટા સુપરત કર્યો હતો, જેણે CDPના ડેટા પ્લેટફોર્મને વિશ્વનો પર્યાવરણ સંબંધિત માહિતી માટેના અનેક વ્યાપક સ્ત્રોતમાંનો એક બનાવ્યુ હતું. CDP રિપોર્ટીગમાં વિશ્વની લિસ્ટેડ બજાર મૂડીના 66 ટકાથી વધુને આવરી લેવામાં આવે છે, આમ કે હવે એક કારોબારનો નિયમ બની ગયો હોય તેવું બતાવે છે.