શિનોર તાલુકાના 13 મહિનાથી ઇન્ચાર્જ અને કરજણ તાલુકાના રેગ્યુલર ટીડીઓ પ્રમોશનથી ખેડા જિલ્લા ના નાયબ જિલ્લા વિકાસ અધિકારી બન્યા

શિનોર તાલુકાના 13 મહિનાથી ઇન્ચાર્જ અને કરજણ તાલુકાના રેગ્યુલર ટીડીઓ પ્રમોશનથી ખેડા જિલ્લા ના નાયબ જિલ્લા વિકાસ અધિકારી બન્યા
શિનોર તાલુકાના 13 મહિનાથી ઇન્ચાર્જ ટીડીઓ કુમારી જૈમીની દીપકકુમાર પટેલ જેવો કરજણ તાલુકા પંચાયતના રેગ્યુલર ટી.ડી.ઓ. છે તેઓને તારીખ 1 એપ્રિલ 2026 થી, પંચાયત ગ્રામ ગૃહના નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યપાલ ના હુકમથી અને તેમના આદેશથી સરકારના નાયબ સચિવ અચલ સોની દ્વારા પ્રમોશન સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી જિલ્લો ખેડા નો વર્ગ 2 માંથી વર્ગ 1 નો હુકમ કરવામાં આવેલ છે. ઇન્ચાર્જ ટીડીઓ તરીકે શિનોર તાલુકામાં વિકાસ કામો સહિત વસુલાત કરવામાં તેઓ કડકાઈ સાથે અગ્રેસર રહ્યા હતા અને એક તબક્કે વસૂલાતમાં નબળા તલાટીઓનો પગાર અટકાવ્યો હતો. તેઓને પ્રમોશન મળતા અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેઓની કરજણ તથા શિનોર તાલુકાની સેવા સદાય યાદ રહેશે, એમ જણાવેલ છે.



