APSEZને ઓડિટ એન્ડ રિસ્ક સમિટ-2024માં બહુવિધ પુરસ્કારો એનાયત

- APSEZને ઓડિટ એન્ડ રિસ્ક સમિટ-2024માં બહુવિધ પુરસ્કારો એનાયત
- બહેતર ગવર્નન્સ અને ડિજિટલ એક્સલેન્સને વધુ સક્ષમ કરવાના પ્રયાસો
ભારતની સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ની યશકલગીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં APSEZને “ઈન્ટરનલ ઓડિટર ઓફ ધ યર” અને “બેસ્ટ ઓડિટ ઈનોવેશન ઓફ ધ યર” એવોર્ડથી નવાજવામાં આવી છે. કંપનીના MAAS ઓટોમેશન પ્લેટફોર્મ (MAP) ને ઓડિટ અને રિસ્ક સમિટ 2024માં બહુવિધ પુરસ્કારો એનાયત કરી નવાજવામાં આવ્યું છે.
મુંબઈ ખાતે આયોજિત ઑડિટ અને રિસ્ક સમિટ- 2024માં APSEZ ની ઈન્ટર્નલ ઑડિટ ટીમને “ઈન્ટરનલ ઑડિટર ઓફ ધ યર” અને “બેસ્ટ ઑડિટ ઇનોવેશન ઑફ ધ યર” એવોર્ડસથી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડસ ટીમની સખત મહેનત, સમર્પણ, મજબૂત ગવર્નન્સ, જોખમ વ્યવસ્થાપન અને સમગ્ર APSEZ માં નવીનતા લાવવાના અસરકારક નિયંત્રણો પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુરાવો છે”.
બહેતર ગવર્નન્સ અને ડિજિટલ કુશળતાને સક્ષમ કરવા માટેના કંપનીના વિઝનને અનુસરતા APSEZની MAAS ટીમે અગાઉ “ઇન્ટિગ્રેટેડ એજિલ ઑડિટિંગ (IAA)” ની પહેલ કરી હતી. જેનો આશય વ્યવસાય માટે વધુ સક્ષમ બનવાની નેમ સાથે ગવર્નન્સ ક્ષેત્રે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરવાનો હતો.
MAAS ઓટોમેશન પ્લેટફોર્મ (“MAP”) એ APSEZ MAAS ટીમ દ્વારા આયોજન, અમલીકરણ અને રિપોર્ટિંગને આવરી લેતા અસરકારક ઓડિટ મેનેજમેન્ટ માટેના અસરકારક સાધનોનો સમૂહ છે. આ પ્લેટફોર્મ ગ્રૂપ લર્નીગ દ્વારા ઉંડી સમજ વિસ્તારવાની તક પણ પૂરી પાડે છે.
APSEZ દેશ-વિદેશમાં બહુવિધ સાઇટ્સ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી વિસ્તરી રહી છે. વ્યવસ્થાપન ખાતરી માટે દરેક સાઇટ પર પ્રક્રિયાના માનકીકરણ સાથે વ્યાપક કવરેજ જરૂરી છે. મર્જર અને એક્વિઝિશન દ્વારા ઝડપી વિસ્તરણ સાથે જૂથની પ્રેક્ટિસ સાથે સીમલેસ એકીકરણ સંસ્થાની જરૂરિયાત છે.
અદાણી પોર્ટસ 5S પદ્ધતિ લાગુ કરનાર દેશનું સૌપ્રથમ પોર્ટ અને એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર છે. APSEZ તેની પેટાકંપની ALL દ્વારા સમગ્ર ભારતમાં 11 મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) પણ ચલાવે છે. તેની સેવાઓમાં વેરહાઉસિંગ અને અનાજ સિલો સ્ટોરેજ સાથે રેલ અને રોડ લોજિસ્ટિક્સ સોલ્યુશનનો સમાવેશ થાય છે. આગામી વર્ષોમાં કંપની મધ્યપૂર્વ, દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને ભૂમધ્ય તરફ વિસ્તરણની યોજના ધરાવે છે.