સાધલીની SBI માં ATM હોવા છતાં ‘બંધ’: બેંક બંધ તો ATM બંધ, ગ્રાહકો હેરાન-પરેશાન

સાધલીની SBI માં ATM હોવા છતાં ‘બંધ’: બેંક બંધ તો ATM બંધ, ગ્રાહકો હેરાન-પરેશાન
સાધલી મુકામે આવેલ સ્ટેટ બેન્ક માં એ. ટી.એમ.ની સેવા છે, પરંતુ બેંક ચાલુ હોય ત્યારે તેની સેવા મળે છે, બાકી રજાના દિવસે બંધ હોય છે ,જેથી ગ્રાહકોને તકલીફ વેઠવી પડે છે.
શિનોર તાલુકાના સાધલી મુકામે રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આવેલ છે. અને ગ્રાહકોને સવલત મળે તથા 24 કલાક નાણાંકીય સેવા મળી રહે તે માટે એ.ટી.એમ. મશીન મૂકવામાં આવેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગ્રાહકોની ફરિયાદ છે કે જાહેર રજા ના દિવસે તથા જ્યારે બેંક બંધ હોય ત્યારે આ એ.ટી.એમ. મશીન બંધ હોય છે ,અને જ્યારે બેંક ચાલુ હોય ત્યારે જ એ.ટી.એમ. મશીનની સેવા મળી રહે છે. જ્યારે બજારમાં આવેલ ઘી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કમાં આ સેવા 24 ×7 મળી રહે છે. સ્ટેટ બેંક સાધલીના સત્તાધીશો બેંક ના પોતાના એ.ટી.એમ. મશીન ની સેવા 24 કલાક ચાલુ રાખે એવી ગ્રાહકોની માંગ છે.



