દેશ
ભારતમાં પ્રકાશિત થતુ એકમાત્ર ચાઇનીઝ ડેઇલી ન્યુઝ પેપરનું પ્રકાશન બંધ
ભારતમાં પ્રકાશિત થતુ એકમાત્ર ચાઇનીઝ ડેઇલી ન્યુઝ પેપરનું પ્રકાશન બંધ
ભારતમાં એક માત્ર કલકતામાંથી પ્રસિધ્ધ થતાં ચાઇનીઝ ન્યુઝ પેપરનું પ્રકાશન બંધ થયું છે. દેશમાં એક માત્ર ધ ઓવરસીઝ ચાઇનીઝ કોમર્સ ઓફ ઇન્ડીયા ગ્રુપનું ડેઇલી ન્યુઝ પેપર એસોંગ પાંવ ચીની સમાજ અને સંસ્કૃતિ ચાઇનીઝ ભાષામાં સમાચારો પ્રસિધ્ધ થતા હતા તેનું અંતિમ પ્રકાશન માર્ચ-2020 થયું હતું. કોરોનાના પ્રથમ લોકડાઉન બાદ સરકયુલેશન રોકી દેવાયુ હતું. જેના સંપાદક કુઓત્સાઇ ચાંગનું જુલાઇમાં નિધન બાદ આ ન્યુઝ પેપર પુન: પ્રકાશિત થયું નથી. હાલ કલકતા ખાતેની ઓફિસને તાળા લાગી ગયા છે. સાથોસાથ ઓફિસમાંથી ખુરશી, ફર્નિચર, પ્રિન્ટર, કોમ્પ્યુટર પણ ચોરાઈ ગયુ છે.