કોંગ્રેસના આગેવાન કલ્પેશ બારોટ દ્વારા કતારગામ ઝોનમાં રજૂઆત કરવામાં આવી હતી
અમરોલી જુના કોસાડ રોડ ઉપર ડિવાઇડર બનાવવા બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાને લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આ મામલે ફરી એક વખત કોંગ્રેસના આગેવાન કલ્પેશ બારોટ દ્વારા કતારગામ ઝોનમાં રજૂઆત કરવામાં આવી હતી.
કતારગામ ઝોન હેઠળ આવેલ અમરોલી જુના કોસાડ રોડ પર મનીષા ગરનાળા થી કોસાડ ગામ તરફ જતા રસ્તા પર હાઇડ્રોલિક વિભાગ દ્વારા પાણીની નવી લાઈન નાખવામાં આવી હતી. જે પાણીની નવી લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો છે. જે સમય વીતી ગયા બાદ પણ આ રોડ પર ડિવાઇડર બનાવવા માટેની કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હતી. જેને પગલે ત્યાં ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા વકરી હતી. જેથી આ મામલે ફેબ્રુઆરી 2022થી ફરિયાદ કરવામાં આવી રહી છે. તો ટ્રાફિક તેમજ અકસ્માતની સમસ્યા વારંવાર બનતી હોવાથી ડિવાઈડરની માંગ સાથે રજૂઆત કરાઈ હતી. જે રજૂઆતો પરિપૂર્ણ ન થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે એક વર્ષ વિતવા છતાં પણ કતારગામ ઝોનના બેદરકાર અધિકારીઓ દ્વારા આ મામલે કોઈપણ કાર્યવાહી કરાવી નથી તો આ બેદરકાર અધિકારીઓને ફરી એક વખત કોંગ્રેસના આગેવાન કલ્પેશ બારોટ દ્વારા આજે રજૂઆત કરવામાં આવી હતી અને ડિવાઈડર બનાવવી આપવા માટે માંગ કરવામાં આવી હતી.