કૃષિ

માંડવી તાલુકાના ટીટોઇ ગામના ગ્રામવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું

સુરતઃગુરૂવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના ટીટોઇ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે ડૉ.આર.કે પટેલ વૈજ્ઞાનિકપાક સંરક્ષક દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.

આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના, ICDS વિભાગના ૩ લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ પ્રસંગે ટીટોઇ ગામના સરપંચ વિજયભાઈ ચૌધરી, તાલુકા પ્રમુખ દિલિપભાઈ, અગ્રણી રેમાબેન ચૌધરી, વિસ્તરણ અધિકારી ચેતનભાઈ, , ATDO હંસાબેન , ICDS મુખ્ય સેવિકા જયનાબેન ચૌધરી, આધાર ઓપરેટર અનિલભાઈ ચૌધરી, પ્રિયંકાબેન ચૌધરી અન્ય ગામના સરપંચશ્રીઓ, આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button