સુરતના પ્રીમિયર ડેસ્ટિનેશનનું અનાવરણ: જીજેએચએમ ગુજરાતમાં લક્ઝરી હોટેલ, કન્વેન્શન સેન્ટર અને ગોલ્ફ કોર્સ રજૂ કરે છે
સુરત – રામા પરિવારની માલિકીની ગુજરાત જેએચએમ હોટેલ્સે (જીજેએચએમ), યુએસ સ્થિત ઓરો હોટેલ્સ સાથે મળીને ગુજરાતના સુરતમાં આઇકોનિક લક્ઝરી પ્રોપર્ટી ધ જેડબ્લ્યુ મેરિયોટ સુરત રિસોર્ટ એન્ડ સ્પા લાવવા માટે ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત 2023” દરમિયાન ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
સુરત મેરિયોટ હોટલ અને કોર્ટયાર્ડ બાય મેરિયોટ સુરત બાદ જેડબ્લ્યુ મેરિયોટ સુરત રિસોર્ટ એન્ડ સ્પા એ જીજેએચએમની સુરતમાં ત્રીજી મેરિયોટ હોટેલ હશે. આ પ્રોપર્ટીમાં 300થી વધુ ગેસ્ટરૂમ અને વિલા સામેલ હશે. આ ઉપરાંત, જીજેએચએમ એક અત્યાધુનિક, કન્વેન્શન અને ઇવેન્ટ સેન્ટર પણ વિકસાવી રહ્યું છે જે સુરતમાં મોટી, નેશનલ કોન્ફરન્સીસ અને ઇવેન્ટ્સને આકર્ષિત કરશે. આ નવી, આઇકોનિક હોટેલ અને કન્વેન્શન સેન્ટર વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે સોશિયલ, કન્વેન્શન અને મીટિંગ ડિસ્ટ્રિક્ટના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
જીજેએચએમના ડિરેક્ટર ડીજે રામાએ જણાવ્યું હતું કે, “આ પરિવર્તનકારી પ્રોજેક્ટ જેમાં રૂ. 1,000 કરોડના મૂડીરોકાણનો સમાવેશ થાય છે, તેનો ઉદ્દેશ્ય 800 વ્યક્તિઓ માટે રોજગારીનું સર્જન કરવાનો, શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનો અને સુરતને ગુજરાતની વ્યાપારી રાજધાની તરીકે સ્થાન આપવાનો છે. ‘સ્માર્ટ સિટી’ તરીકે સ્થિત, આ વ્યૂહાત્મક રોકાણ ગુજરાત જેએચએમના સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવાના સમર્પણને દર્શાવે છે. સુરત શહેરી ઉન્નતિનું દીવાદાંડી બનવા માટે તૈયાર છે, જેમાં ટેકનોલોજીકલ ઇનોવેશન સાથે નાણાંકીય મજબૂતાઈનું મિશ્રણ છે.”
જેડબ્લ્યુ મેરિયોટ સુરત રિસોર્ટ એન્ડ સ્પાને અર્બન રિસોર્ટ તરીકે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે અને તે લક્ઝરી અને સમકાલીન શૈલીનું મિશ્રણ હશે જે વાર્મ અને સોફિસ્ટિકેશનને પ્રતિબિંબિત કરશે. આ રિસોર્ટ નવા મનોહર 9-હોલ એક્ઝિક્યુટિવ ગોલ્ફ કોર્સ ધરાવશે, જે સુરતનો પ્રથમ ગોલ્ફ કોર્સ છે!
જીજેએચએમ ઉદ્યોગ, નાગરિકો અને આગામી પેઢીને ધ્યાનમાં રાખીને આ નવા સાહસ સાથે સુરતની પ્રગતિ માટે તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. સુરતની પ્રથમ ફાઇવ-સ્ટાર હોટેલ અને ઓરો યુનિવર્સિટી માટે પ્રખ્યાત, બંને અગાઉના પ્રયાસોએ નાગરિકોના જીવનને નોંધપાત્ર રીતે સમૃદ્ધ બનાવ્યું છે. શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધ, આગામી સાહસો સુરતના વિકાસમાં અસરકારક યોગદાનનો વારસો ચાલુ રાખવા માટે તૈયાર છે.
જીજેએચએમના ચેરમેન એચપી રામાએ જણાવ્યું હતું કે, “અમે ગુજરાત સરકાર સાથે વિખ્યાત વાઇબ્રન્ટ શહેરમાં આ પ્રોજેક્ટનો પ્રારંભ કરીએ છીએ ત્યારે, અમે માત્ર એક કરાર જ નહીં પરંતુ સર્વગ્રાહી પ્રગતિ માટેના સહિયારા વિઝનને અપનાવીએ છીએ. અમારી પ્રતિબદ્ધતા વ્યવસાયને પાર કરે છે; તે સમુદાયોના ઉત્થાન અને સ્થાયી સમૃદ્ધિને ઉત્તેજન આપવા તરફ આધ્યાત્મિક સંરેખણ છે. સાથે મળીને, અમે એક પ્રભાવશાળી સહયોગ માટે પાયો નાખ્યો છે જે આર્થિક વૃદ્ધિ અને નાગરિકોની સુખાકારીના પરસ્પર જોડાણ પર ધ્યાન આપે છે.”
મેરિયોટ ઇન્ટરનેશનલના એરિયા વાઇસ પ્રેસિડેન્ટ-સાઉથ એશિયા રંજુ એલેક્સે જણાવ્યું હતું કે “સુરત આટલા ઝડપી આર્થિક વિકાસમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે અમે આ આગામી જેડબ્લ્યુ મેરિયટ બ્રાન્ડેડ પ્રોપર્ટીનું સંચાલન કરવા માટે જીજેએચએમ સાથે ભાગીદારી કરવા માટે રોમાંચિત છીએ. આ ભાગીદારી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બજાર તરીકે સુરતની સ્થિતિને મજબૂત બનાવે છે જ્યાં અમારી પાસે હવે આ એક સહિત 3 ઓપરેટિંગ હોટલ હશે. અમે મહેમાનોને અમારી વર્લ્ડ-ક્લાસ બ્રાન્ડ્સની એક્સેસ પ્રદાન કરવા અને પ્રવાસીઓની વૈવિધ્યસભર હોસ્પિટાલિટી પસંદગીઓને પ્રતિસાદ આપીને અસાધારણ ગ્રાહક અનુભવો બનાવવા માટે આતુર છીએ.”