ધર્મ દર્શન

આ વખતે સુરત મુંબઈના ગણેશોત્વને બરાબર ટક્કર આપશે એમ લાગી રહ્યું છે.

આ વખતે સુરત મુંબઈના ગણેશોત્વને બરાબર ટક્કર આપશે એમ લાગી રહ્યું છે

 

આ વખતે ગુજરાતમા ગણેશોત્વની ધૂમધડાકા સાથે શરૂઆત થઈ છે માત્ર સુરતની જ વાત કરીએ તો આ વખતે સુરતીઓનો ઉત્સાહ અને ઉન્માદ ચરમસીમાએ છે પહેલી વાર સુરતમાં મુંબઈ જેવી રોનક ધામધૂમ દેખાય રહી છે સુરતીઓ આ વખતે શ્રીજીની ભક્તિમા કોઈ કસર બાકી રાખવા માંગતા નથી એક અંદાજ મુજબ સુરતીઓ આ વખતે લગભગ ૭૦૦ કરોડના ખર્ચ કરશે
સુરતમાં આ વખતે અંદાજે ૧૧૦૦૦ નાના મોટા મંડળો શ્રીજીની ભક્તિ કરશે શ્રીજીની દસ દિવસ બરાબર ભક્તિ કરશે.ગયા વરસ કરતા આ વરસે ચાર ગણો ખર્ચ થશે.શહેરમાં નીકળતી શ્રીજીની આગમન યાત્રા તમે જોશો તો તમે નવાઈ પામશો આશ્રયચકિત થઈ જશો રંગબેરંગી ફેન્સી છત્રીઓ હાઈટેક લાઇટિંગ સેટ ફટાકડાની ધનઘણાતી તમને જોવા મળશે મંડપ ડેકોરેશન પ્રતિમાની સાજ સજાવટ એકસરખો ડ્રેસ કોડ મહાઆરતી છપ્પન ભોગ પાછળ જબ્બર ખર્ચ થઈ રહ્યો છે હાઇટેક લાઇટિંગવાલા ડી જે અવનવી કૃતિઓની ઝાંખી જોવા મળી રહી છે અલગ અલગ થીમ પણ જોવા મળી રહી છે સુરત તો ઠીક બીજા શહેરો અને બીજા રાજ્યોમાંથી ઢોલ નગારા ત્રાસા વગાડતી ટીમો બોલાવવામાં આવી છે આ વરસે નાના મંડળો પણ પચાસ હજાર થી લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરી રહી છે એકસરખા કપડાંથી યાત્રા શોભી ઉઠે છે અલગ અલગ ડ્રેસ કોડ અલગ અલગ વિશાલ મંડપ અલગ અલગ થીમ લાઇટિંગ પાછળ પણ અધધ ખર્ચ કરાઈ રહ્યો છે
[આ વખતે મોદક અને મોતીચુરના લાડુઓની ડિમાન્ડ વધી રહી છે મીઠાઈઓની દુકાનમાં લાઈનો લાગી રહી છે કાશ્મીરી ગુલાબ તો જોવા મળતા નથી ગલગોટા બજારમાં ફુલ તેજીમાં છે ગલગોટા વધેલા ભાવોમા પણ મળતા નથી.
કુલ મળીને આ વખતે ગણેશોત્વ બજારમાં લાખો લોકોને રોજી રોટી મળશે હાથલારીઓ ટેમ્પો ટ્રકો મેટાડોર છત્રીના માલિકો છત્રી ઉંચકીને ચાલનાર ભાઈ બહેનો પેટ્રોલ ડીઝલ પમ્પના માલિકો લાઇટિંગવાલા વાયરમેન ઇલેક્ટ્રીશયન મંડપના માલિકો મંડપ બાંધનાર કારીગરો મંડપના કપડાં વેચનાર લાઈટ પંખા ભાડે આપનાર માળીઓ મંડપડેકોરેશન વાલા શ્રીજીની પ્રતિમા બનાવનાર વેચનાર ખુરશી ટેબલ તેમજ બીજો સામાન ભાડે આપનાર શ્રીજી પ્રતિમાને સાજ શણગાર વેચનાર પ્રસાદ અને પૂજાનો સામાન વેચનાર મોદક અને લાડુ વેચનાર માઈક ડીજે ભાડે આપનાર ઢોલ ત્રાસા ઘંટ વગાડનાર ટીમો ફટાકડા વેચનાર એક સરખા ડ્રેસ કોડનું કાપડ વેચનાર સિલાઈ કરનાર દરજી બુટ ચંપલ વેચનાર ગલગોટા ગુલાબ વેચનાર. મહાઆરતીનો સામાન છપ્પનભોગનો સામાન વેચનાર જેવા અનેંક લાખો લોકોને રોજગારી મળી રહી છે લાગે છે વિઘ્નહર્તા બધા વિઘ્ન દુર કરી સુરતના બજારોમાં રોનક પાછી લાવશે સુરતના બજારોમાં લાંબા સમય પછી સળંગ એક મહિનાથી ઉન્માદ છવાયેલો છે.એકસરખા કુર્તા ઇજાર માથા પર રાજાશાહી સાફો મોજડી એક અલગ જ ભાત પાડે છે આ પછી નવરાત્રીના નવ દિવસની રોનક હજુ બાકી છે દશેરા પર કરોડો રૂપિયાના ફાફડા જલેબી સુરતીઓ ખાઈ જશે એ પછી માત્ર સુરતીઓનો જ પોતાનો આગવો તહેવાર ચંદની પડવો આવશે કરોડો રૂપિયાનું ફરસાણ ઘારી દારૂ એક રાતમાં સુરતીઓ ઉજવણી કરશે સુરતની ઘારી હવે સુરત તો ઠીક આખા ભારતમાં અરે વિદેશમાં પણ પ્રખ્યાત બની રહી છે પછી સતત લાભ પાંચમ સુધી તહેવાર જ તહેવાર છે આ વખતનો ગણેશોત્વ લાખો લોકોના ચહેરા પર હાસ્ય મુસ્કુરાહટ પાછી લાવશે એટલું નક્કી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button