રાજનીતિ

શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષમાં 10 લાખ કિલો માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સોમવારે ‘ડ્રગ્સ સ્મગલિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રાદેશિક સમ્મેલનની અધ્યક્ષતા કરી હતી. શાહની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલન દરમિયાન, એનસીબી દ્વારા દેશના વિવિધ ભાગોમાં તમામ રાજ્યોના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સાથે સંકલન કરીને 1 લાખ 44 હજાર કિલોથી વધુ માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો. જે એક દિવસનો અત્યાર સુધીનો સૌથી વધુ ડ્રગ્સ નાશ કરવાનો રેકોર્ડ છે. છેલ્લા એક વર્ષમાં 10 લાખ કિલો માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત લગભગ 12,000 કરોડ રૂપિયા છે.

વૈશ્વિક સ્તરે ભારતને એક નવી ઓળખ અપાવનાર શાહ સ્પષ્ટપણે માને છે કે, ડ્રગ્સનો વેપાર રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, જેનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નશા મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કામ કરી રહેલા અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલયે નશાના કારોબારને રોકવા માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પરિણામસ્વરુ 2013 પછી બે ગણાથી વધુ ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે. છેલ્લા 9 વર્ષમાં NCB દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સની સંખ્યામાં લગભગ 100%નો વધારો થયો છે, ત્યારે ડ્રગ્સ તસ્કરો સામે 181%થી વધુ કેસ નોંધાયા છે અને તસ્કરોની ધરપકડમાં 296% નો વધારો થયો છે. નશાના કારોબારને જડમૂળથી ઉખેડવા માટે શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે એક તરફ નેશનલ નાર્કો કોઓર્ડિનેશન પોર્ટલ (એનકોર્ડ)ની સ્થાપના કરી, તો બીજી તરફ પોલીસ વિભાગમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની પણ રચના કરી.

જેમણે ભારતીય રાજનિતીને નવેસરથી પરિભાષિત કરી છે તેવા શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ, ગુપ્તચર એજન્સીઓએ તમામ નાણાકીય દસ્તાવેજોનું અલગથી વિશ્લેષણ કર્યા પછી નાણાકીય તપાસ અને દાણચોરોની સંપત્તિ જપ્ત કરવામાં પણ વધારો થયો છે. વર્ષ 2022માં, NCBએ આવા 27 કેસોમાં નાણાકીય તપાસ હાથ ધરી હતી જેમાં 15,98,37,784 રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. DEA, AFP, NCA, RCMP વગેરે જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓને અંકુશમાં લેવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે તેમજ 44 દેશો સાથે આ મુદ્દે દ્વી પક્ષીય એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. દેશના 372 જિલ્લામાં નશા મુક્તિ અભિયાન હેઠળ 8000થી વધુ યુવા સ્વયંસેવકો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ યુવાનો અને 2 કરોડથી વધુ મહિલાઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે.

શાહનો સ્પષ્ટ અભિપ્રાય છે કે નશો વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ માટે નુકસાનકારક છે. જો તેને ચોક્કસ સમયમાં નિયંત્રિત કરવામાં ન આવે તો તેને નિયંત્રિત કરવું અશક્ય બની જાય છે. તેનું વ્યસન યુવાનોને સમાજ પર બોજ બનાવે છે અને તેના ધંધાની આવક આતંકવાદ જેવી સમસ્યાઓને મજબૂત બનાવે છે. અમૃતકાળમાં મોદી-શાહની જોડી દ્વારા શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવીને, ત્રિ-સ્તરીય વ્યૂહરચના હેઠળ ‘નશા મુક્ત ભારત’ના આહ્વાનનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button