ફોટો વાયરલ કરવા ધમકી આપી રાંદેરની યુવતીને આપઘાતની દુષ્પ્રેરણામાં યુ.પીના યુવાનની ધરપકડ
ફોટો વાયરલ કરવા ધમકી આપી રાંદેરની યુવતીને આપઘાતની દુષ્પ્રેરણામાં યુ.પીના યુવાનની ધરપકડ
લખીમપુર ખીરીના અંકિતકુમાર મૌર્યાના 13 દિવસના રિમાન્ડ મેળવાયાઃ પાકિસ્તાની કનેકશનવાળા કેસમાં અગાઉ પાંચની ધરપકડ થઇ છે
સુરત : લખીમપુર ખીરીના અંકિતકુમાર મૌર્યાના 13 દિવસના રિમાન્ડ મેળવાયાઃ પાકિસ્તાની કનેકશનવાળા કેસમાં અગાઉ પાંચની ધરપકડ થઇ છે
પાકીસ્તાન સુધી કનેકશન ધરાવતા હોવાનું મનાતા રાંદેરની યુવતિના ન્યૂડ ફોટા વાયરલ કરવા ધમકી આપીને નાણાં ટ્રાન્સફર કરાવીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુનાઈત કારસામાં રાંદેર પોલીસે વધુ એક યુપીવાસી યુવાનની ધરપકડ કરી 11 કારણોસર 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યો હતો.જેથી કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને આરોપીને 13દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો હતો.
રાંદેર વિસ્તારમાં રહેતી યુવતિને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને એકથી વધુ આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં યુવતિના બેંક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કરાવીને આત્મહત્યાની દુષ્પ્રેરણા સુધી ત્રાસ આપતા યુવતિએ ટ્રેન નીચે પડતું મુકી જીવ આપી દીધો હતો.જે અંગે રાંદેર પોલીસમાં ભોગ બનનારના ફરિયાદી પિતાએ આરોપીઓ વિરુધ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા,આઈટી એક્ટ તથા એટ્રોસીટી એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાં મૂળ બિહારના જમૂઈ જિલ્લાના વતની આરોપી અભિષેકકુમાર ભુમિહાર, સૌરભ રાજ ગજેન્દ્રસિંહ, રોશનકુમાર સિંગ,આંધ્રપ્રદેશની મોહમદ જુહી ઝવેરીયા મોહમદ ગઉસખાનની પુત્રી વગેરેની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલભેગા કર્યા હતા.