ક્રાઇમ

ટ્રેનમાં રમકડાં વેચનાર અવધેશ દુબેનો વીડિયો વાઈરલ, જુઓ કોણ છે અવધેશ દુબે?

સુરતમાં ફેરિયાનો RPF જવાનો પર આરોપ

ટ્રેનમાં રમકડાં વેચનાર અવધેશ દુબેનો વીડિયો વાઈરલ,

અવધેશે કહ્યું- ‘હું RPF જવાનોની દાદાગીરીથી કંટાળીને સુસાઈડ કરવાનું વિચારું છું’

સુરતના રેલવેમાં ફરિયા તરીકે રમકડા વેચનાર અવધેશ દુબેનો આરપીએફ જવાનોની હેરાનગતિથી સુસાઈડ કરી લેવાની ચિમકી ઉચ્ચારતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. અવધેશ દુબે સુરતથી વાપી વચ્ચે ટ્રેનમાં રમકડાઓનું વેચાણ કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી તે ટ્રેનમાં રમકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ટ્રેનમાં તેની રમકડા વેચવાની સ્ટાઇલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે જેના કારણે તેને ખૂબ ઓળખ મળી છે.

સુરતના રેલવે સ્ટેશન ઉપર જાણીતું નામ અવધેશ દુબે જે રમકડા વેચવાનું કામ કરે છે. સામાન્ય રીતે ટ્રેનમાં ફેરિયાઓને વેચવા માટેની કોઇ ઓથોરિટી હોતી નથી છતાં પણ ઘણા એવા લોકો ટ્રેનમાં વસ્તુ વેચવાનું કામ કરતા હોય છે. અવધેશ દુબે પાસે કોઇપણ પ્રકારની પરવાનગી ન હોવા છતાં પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે તે ટ્રેનમાં ખાદ્ય પદાર્થ અથવા તો રમકડા જેવી ચીજ વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે. અવધેશ દુબેને આજે આરપીએફના જવાનો દ્વારા નવસારી રેલવે સ્ટેશન ઉપર પકડવામાં આવ્યો અને ત્યારબાદ તેને વલસાડ આરપીએફને સોંપી દેવાયો હતો. જોકે, અવધેશ દુબેએ આક્ષેપ કર્યો છે કે, તેને તેમજ અન્ય ફેરિયાઓને આરપીએફ જવાનોએ તેમને પકડ્યા હતા. તે પૈકીના કેટલાક પાસેથી રૂપિયા લઇને છોડી દેવામાં આવ્યા હતા.

અવધેશ દુબેએ જણાવ્યું હતું કે, આજે ફરી એક વખત આરપીએફ જવાનોની દાદાગીરી સામે આવી છે તેઓ કોઇપણ પ્રકારના યુનિફોર્મમાં ન હતા. પહેલા તો મેં તેમને પૂછ્યું કે તે કોણ છે. ત્યારે એમને કહ્યું કે અમે આરપીએફ જવાન છીએ. ત્યારબાદ અમે લાયસન્સ વગર વેચાણ કરી રહ્યા હોવાની વાત મૂકીને અન્ય ફેરિયાઓને કેસ કરવાની ધમકી આપીને તેમની પાસેથી રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા. જોકે, મેં તેમને પૈસા આપવાની ના પાડતા તે બંને આરપીએફ જવાનોએ મને તમાચા મારવાના શરૂ કરી દીધા હતા અને ત્યારબાદ તેમણે આરપીએફ વલસાડને મને સોંપી દીધો હતો.

હું છેલ્લા ઘણા વર્ષોથી ટ્રેનમાં રમકડા વેચું છું પરંતુ જે વ્યક્તિઓ આજે યુનિફોર્મ વગર હતા તેમને હું ઓળખતો ન હતો તેથી હું તેમને પૂછતો હતો કે, તેમનું નામ શું છે. ત્યારે એક વ્યક્તિએ મને જણાવ્યુ કે મારું નામ રામપાલ સિંહ છે. પછી મેં પૂછ્યું કે, સાહેબનું નામ શું છે તો તેમણે કહ્યું કે, સંતોષ સોની મારા સાહેબ છે અને હું મુંબઇ સેન્ટ્રલમાં ફરજ બજાવું છું. મેં તેમને સમજાવ્યું કે હું ઘણા વર્ષોથી આ કામ કરું છું તમે ખોટી રીતે મારી પાસેથી પૈસા ન માંગો.

અવધેશ દુબેએ જણાવ્યું હતું કે, આરપીએફ જવાનોની આ દાદાગીરને કારણે હું કંટાળી ગયો છું. હું કમાઉ છું. ત્યારે મારું આખું પરિવાર દસ લોકોનું જે છે તેનું ભરણપોષણ થયા છે. મારા જેવા અનેક લોકો આ પ્રકારે ટ્રેનમાં વેચાણ કરતા હોય છે. પરંતુ જે લોકો તેને રૂપિયા ન આપે તેની સામે કેસ દાખલ કરી દે છે. આના કારણે હવે જીવવું ખુબ જ કપરું બની રહ્યું છે માટે હું કંટાળીને આરપીએફ જવાનોની દાદાગીરીને કારણે સુસાઈડ કરવાનું વિચારું છું. મેં તેમને કહ્યું કે, મને પોતે કેન્દ્રીય રેલવે રાજ્યકક્ષા મંત્રી દર્શના જરદોશ પણ સારી રીતે ઓળખે છે છતાં તેઓ દાદાગીરી કરતા રહ્યા અને તેના કારણે હું કંટાળી હયો છું. એવું લાગે છે કે, હવે હું સુસાઈડ કરી લઉં

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button