નીલકંઠધામ પોઇચા દ્વારા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર

નીલકંઠધામ પોઇચા દ્વારા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર
પોઇચા મુકામે હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર શ્રી નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિર પોઇચા દ્વારા કરવામાં આવેલ છે જેમાં જાંબુવન હનુમાનજી ની સંગેમરમર ની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે.
પોઇચા મુકામે શ્રી હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર શ્રી નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિર પોઇચા દ્વારા કરાવ્યા પછી પટેલ દિનેશભાઈ મનોરભાઈ ના વિશેષ આગ્રહને માન આપી આ કાર્યક્રમમાં 1008 પં.પુ.ધ.પા. શ્રી ધર્મ વલ્લભ સ્વામીજી ની અસીમ કૃપાથી પ.પૂ. કૈવલ્યસ્વામીજીના આપ્રયા પ.પૂ. અક્ષય સ્વામીજી ની દેખરેખ હેઠળ આ ભવ્ય મંદિર નિર્માણ પામેલ છે. ચૈત્ર સુદ, પૂનમ તારીખ 2 એપ્રિલ 2026 હનુમાન જન્મોત્સવના દિવસે આ નવનિર્મિત નૂતન ભવ્ય મંદિરમાં રામાયણકાળની પ્રાચીન પ્રતિમાના સ્વરૂપની અલૌકિક મનમોહક નૂતન જાંબુવન હનુમાનજી ની સંગેમરમર ની પ્રતિમા સ્થાપવામાં આવેલ છે. પોઇચા ગામના ઈશ્વરલાલ ચુનીલાલ પાદરીયા પરિવાર ધર્મિષ્ઠાબેન, કિરીટભાઈ, વૈષ્ણવી, નીરવ મોના, મૌલિક ,નૈતિક, વ્રજ ,મનન અને માનવ તરફથી આ દિવ્ય મૂર્તિની ભેટ આપવામાં આવેલ છે. સમસ્ત ગ્રામજનો તથા મહેમાનોની સેવા અને ભોજન પ્રસાદ શ્રી સ્વામિનારાયણ સંસ્થા તરફથી ગોપાલભાઈ ગોંડલીયા તેમજ સંસ્થાના તમામ સેવકોએ ખૂબ મહેનત કરી ધન્યતા અનુભવેલ છે.
પોઇચા મુકામે હનુમાનજીના ભક્તોને સમર્પિત રામ ભરોસે નવનિર્મિત નૂતન ભવ્ય મંદિર માં સ્થાપના કરાયેલ જાંબુવન હનુમાનજી ની સંગે મરમર ની પ્રતિમા આ સમગ્ર વિસ્તારમાં કોઈ સ્થળે ,કોઈ મંદિરમાં નથી. જેનું અલૌકિક રૂપ જીવતા હનુમાનજીના દર્શન કરાવે છે.



