દર્દી સેવા સમિતિ અધ્યક્ષ સુભાષભાઈ ઝાડેનો જન્મદિન નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને ફળ વિતરણ તથા વિશ્વ શાંતિદૂત બુદ્ધ વિહારમાં ઉજવાયો

દર્દી સેવા સમિતિ અધ્યક્ષ સુભાષભાઈ ઝાડેનો જન્મદિન નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને ફળ વિતરણ તથા વિશ્વ શાંતિદૂત બુદ્ધ વિહારમાં ઉજવાયો
સુરત, લિંબાયત શાંતિનગર નીલગીરી ખાતે આવેલ વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહાર માં સમતા સેવા ફેડરેશન સુરત શહેર ગુજરાત પ્રદેશ, દર્દી સેવા સમિતિ નવી સિવિલ હોસ્પિટલ સુરત તથા વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહાર ઉપાસક-ઉપાસિકા સંઘ દ્વારા સામાજિક કાર્યકર, સમતા સેવા ફેડરેશન ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ, દર્દી સેવા સમિતિ નવી સિવિલ હોસ્પિટલ અધ્યક્ષ તથા વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહારના સંસ્થાપક અધ્યક્ષ સુભાષભાઈ ઝાડે ના 61મા જન્મદિન નિમિત્તે મંગલ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને ફળ વિતરણ તેમજ ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમતા સેવા ફેડરેશન સુરત શહેર ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહાર, શાંતિનગર નીલગીરી ખાતે શુભેચ્છા સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત બુદ્ધ વિહારમાં ત્રિશરણ અને પંચશીલ ગ્રહણ કરીને કરવામાં આવી હતી. બૌદ્ધ સમાજના અગ્રણી સુભાષભાઈ ઝાડે ને શાલ, પુષ્પગુચ્છ, પંચશીલ કેપ અને ફૂલહાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમતા સેવા ફેડરેશન ગુજરાત પ્રદેશ મહાસચિવ તથા ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના અગ્રણી દિલીપ કે. સીરાસાઠ એ જણાવ્યું હતું કે સુભાષભાઈ ઝાડે છેલ્લા 40 વર્ષથી સતત સામાજિક કાર્યમાં અગ્રેસર રહ્યા છે અને ફુલે-શાહુ-બુદ્ધ-આંબેડકરી મિશનને સમર્પિત રહ્યા છે. તેમણે જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમનું આયોજન સમતા સેવા ફેડરેશન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તથા બૌદ્ધ સમાજ મહિલા અગ્રણી આશાતાઈ મંગલે, વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહાર ઉપાધ્યક્ષ શ્રી કૃષ્ણ વાનખડે, મહિલા ઉપાસક-ઉપાસિકા સંઘના મીનાબેન ઝાડે અને મીનાબેન સોનવણે દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બ્રામસેફ પ્રભારી સુભાષભાઈ ઘુંરઘર, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના ઉદ્ધવ પી. બાગલે, મનોહર ઢિવરે, સંજય પવાર, ગણેશ આભારે, ભાસ્કર હીવાડે સહિત અન્ય ભીમસૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અને સુભાષભાઈ ઝાડે ને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.



