ગુજરાત

હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા રેડ એલર્ટ જાહેર 

હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા રેડ એલર્ટ જાહેર 
જિલ્લાના નાગરિકોને અનુરોધ છે કે ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા તેમજ કોઝ-વે પરથી પસાર થવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું અને જરૂરી સાવચેતી રાખવી.
કોઈપણ પ્રકારની ઇમરજન્સી અથવા સહાયની જરૂરિયાત ઊભી થાય તો જિલ્લા કંટ્રોલ રૂમના નં. 02637-233002, 02637-259401 અથવા ટોલ ફ્રી નં. 1077 પર તાત્કાલિક સંપર્ક કરવાનું
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવેલ છે.

  • જલાલપોર તાલુકાના સીમલક ગામે વધુ પડતા વરસાદને કારણે પાણી ભરાઈ જતાં સીમલક ખાતે મહ્યાવંશી ફળિયાથી નહેર તેમજ પરથાન ગામને જોડતો આંતરિક માર્ગ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.
    નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા તથા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે. વધુ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવે છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લાના તેમજ તાલુકાના કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે.
    નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી, આપત્તિ સંબંધિત જાણકારી અથવા તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય તો નવસારી જિલ્લા કંટ્રોલ રૂમના ટોલ-ફ્રી નં. ૧૦૭૭ અથવા લેન્ડલાઇન નં. ૦૨૬૩૭-૨૩૩૦૦૨ અને ૦૨૬૩૭-૨૫૯૪૦૧ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.
    જલાલપોર તાલુકાના મહુવર ગામે રેલવે ફાટકની પાર આવેલ નુક્કડગલી વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી જેસીબીની મદદથી ડ્રેનેજ લાઇન ખુલ્લી કરવામાં આવી, જેના પરિણામે પાણીના નિકાલનો માર્ગ ખુલ્લો થતાં ભરાયેલું પાણી નિકાલની કામગીરી કરવામાં આવી.
  • જલાલપોર તાલુકા ના કડોલી ગામે વધુ વરસાદ ના કારણે રસ્તો બંધ કરાયો
    જલાલપોર તાલુકાના કડોલી ગામે વધુ વરસાદને કારણે રેલ્વે અન્ડર પાસ ૧૩૨ પાણી ભરાવાના કારણે રસ્તો હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.
  • નવસારીના કબીલપોરમાં ધર્મીનગર–જયશંકર પાર્ટી પ્લોટ રોડ પર પાણી ભરાતા રસ્તો બંને બાજુથી અવરજવર માટે બંધ
    નવસારીના કબીલપોર વિસ્તારમાં ધર્મીનગરથી જયશંકર પાર્ટી પ્લોટ થઈ રાધાકુંજ સોસાયટી તરફ જવાના માર્ગ પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં સલામતીના હેતુસર રસ્તો બંને બાજુથી અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અનુરોધ કરવામાં આવે છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે.
  • વેસ્મા-મરોલી-ઉભરાટ રોડ પર કોળી સમાજ વાડી નજીક રસ્તાની એક બાજુનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો
    નવસારી જિલ્લામાં થઈ રહેલા સતત ભારે વરસાદ અને પાણી ભરાવાની (ઓવરટોપિંગ) પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા કાજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વેસ્મા-મરોલી-ઉભરાટ રોડ (કિમી ૦/૦ થી ૨૭/૬) પર ચેઈનેજ ૧૮/૪ પાસે આવેલી કોળી સમાજ વાડી નજીક રસ્તાની એક બાજુનો ભાગ (One Side) વાહનવ્યવહાર માટે તત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.
    જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, આ માર્ગ પરથી બિનજરૂરી અવરજવર ટાળવી અને તંત્રને સહકાર આપી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો.
  • નવસારી જિલ્લામાં અવિરત વરસાદ 
    સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી નવસારી તાલુકામાં 195 મી.મી. વરસાદ નોંધાયો:
    નવસારી જિલ્લામાં આજે અવિરત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલા વરસાદના આંકડા મુજબ તા. 07/07/2026ના રોજ સવારે 6:00 કલાકથી સાંજે 4:00 કલાક સુધી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
    પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી તાલુકામાં સૌથી વધુ 195 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જલાલપોર તાલુકામાં 177 મી.મી., ગણદેવી તાલુકામાં 113 મી.મી., ચીખલી તાલુકામાં 84 મી.મી., વાંસદા તાલુકામાં 54 મી.મી. તથા ખેરગામ તાલુકામાં 59 મી.મી. વરસાદ નોંધાયો છે.
    જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદી-નાળાઓના જળસ્તરમાં વધારો થવાની સંભાવના છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
  • નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં પાણી ભરાતા 15 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયા
    નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે નવસારી શહેરના રેલ રાહત કોલોની, દશેરા ટેકરી વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
    પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે રેલ રાહત કોલોની, દશેરા ટેકરી વિસ્તારમાં રહેતા કુલ 15 જેટલા વ્યક્તિઓનું સલામત રીતે સ્થળાંતર કરીને દશેરા ટેકરી સ્થિત આંગણવાડી કેન્દ્ર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.
    જિલ્લા તંત્ર દ્વારા સ્થળ પરની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તથા અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી સહાય અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
  • નવસારી જિલ્લામાં સતત વરસાદને પગલે સલામતીના હેતુસર ૮૦ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ
  • નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ
    નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં માર્ગો પર પાણી ફરી વળવા, ઓવરટોપિંગ, કોઝવે ઉપરથી પાણી વહેવા, રેલવે અંડરપાસમાં પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કુલ ૮૦ માર્ગો વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે.બંધ કરાયેલા માર્ગોમાં મુખ્યત્વે નવસારી તાલુકાના ૨૨ , જલાલપોર તાલુકાના ૧૩ , ગણદેવી તાલુકાના ૧૧ , ચીખલી તાલુકાના ૧૩ , ખેરગામ તાલુકાના ૪ અને વાંસદા તાલુકાના ૧૭ જેવા વિવિધ પંચાયતના મુખ્ય જિલ્લા માર્ગો તથા અન્ય ગ્રામ્ય માર્ગોનો સમાવેશ થાય છે.
  • બંધ કરાયેલા માર્ગોમાંથી મોટાભાગના માર્ગો કોઝવે પર ઓવરટોપિંગ (OT) થવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત રેલવે અંડરપાસમાં પાણી ભરાવા (UPF), ડાયવર્ઝન ઉપરથી પાણી વહેવા (DW), વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ ન હોવા (NOR), તથા માર્ગને નુકસાન (AW) , સ્ટ્રક્ચર ડેમેજ રોડ , અન્ડર પાસમાં પાણી હોવાને કારણે (UPF) જેવા કારણોસર પણ કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત વિભાગોને સતત પરિસ્થિતિ પર નજર રાખવા અને વરસાદનું પ્રમાણ ઘટતાં માર્ગોની સલામતીનું મૂલ્યાંકન કર્યા બાદ જ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, બંધ કરાયેલા માર્ગો પર અવરજવર કરવાનો પ્રયાસ ન કરે, બેરિકેડિંગ અને સૂચના પાટિયાંનું પાલન કરે તેમજ મુસાફરી પહેલાં માર્ગોની સ્થિતિ અંગે માહિતી મેળવીને જ પ્રવાસનું આયોજન કરે. ભારે વરસાદ દરમિયાન કોઝવે, રેલવે અંડરપાસ અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થવાનું ટાળવું તેમજ જરૂરિયાત સિવાયની મુસાફરી ન કરવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button