ડીંડોલી પોલીસે રીક્ષા ચોરી કરતા બે રીઢાઓને ઝડપી પાડ્યા
સુરત: સુરતના ડીંડોલી પોલીસે રીક્ષા ચોરી કરતા બે રીઢાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ રાત્રીના સમયે રીક્ષાને ડાયરેક્ટ કરી રીક્ષા ચોરી કરતા હતા હાલ તો પોલીસે બે રીક્ષા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સુરતના ડીંડોલી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમ્યાન તેમને બાતમી મળી હતી કે પાંડેસરા તથા ઉધના વિસ્તારમાંથી ચોરી કરેલી બે રીક્ષા સાથે બે ઇસમો ભેસ્તાન આવાસ પાંજરાપોળની સામે આવેલા બ્રિજ પાસે ઉભા છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોચી બન્ને રીઢાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઇમરાનશા મોહમ્મદશા ફકીર અને સમીર ઉર્ફે માયા મોહમ્મદ શેખની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તા. ૨૩/૧૦/૨૦૨૩ ના રાત્રિના સમયે ઇમરાનશા ફકીર, સમીર ઉર્ફે માયા તથા વોન્ટેડ આરોપી મોબીન યુનુસ શેખ સહિત ત્રણે જણા પાંડેસરાની એક સોસાયટીમાંથી ઓટો રીક્ષાને ડાયરેક્ટ કરી ચોરી કરી હતી ત્યારબાદ ઉધના વિસ્તારમાં 0 નંબર રોડ ઉપર આવેલ શૌચાલય પાસેથી બીજી ઓટો રીક્ષાને ડાયરેક્ટ કરી ચોરી કરી હતી…આરોપીઓ પકડાઈ જતા પાંડેસરા અને ઉધના પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો..પોલીસે આરોપીઓ પાસેથી બન્ને ચોરી કરેલ ઓટો રીક્ષા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.