ક્રાઇમ

લીંબાયતમાં પત્ની, પુત્રની હત્યા કરી તેલુગુ યુવાને કરેલી આત્મહત્યા

  • લીંબાયતમાં પત્ની, પુત્રની હત્યા કરી તેલુગુ યુવાને કરેલી આત્મહત્યા

 

લીંબાયત વિસ્તારમાં એકી સાથે એક જ પરિવારના ત્રણના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જાગી છે. તેલુગુ પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળે છે. પિતાએ બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી જાતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તાકીદે તપાસ શરૂ કરી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં લીંબાયત પોલીસ મથક પાછળના રૂસ્તમ પાર્કના મકાન નંબર અ-૫૬માંથી આજે સવારે એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં (૧) સોમેશ ભીક્ષાપતી ઝીલ્લા ઉ.વ.૪૦, (૨) અંબિકા ઉર્ફે નિર્મલા સોમેશ ઝીલ્લા અને (૩) ઋષિ સોમેશ ઉ.વ.૭ના બાળકનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પત્ની અને સાત વર્ષના દિકરાને ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા બાદ પતિએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતદેહ પાસેથી તેલુગુ ભાષામાં લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. સામૂહિક આપઘાતના કારણની પોલીસ તપાસ કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button