એન્ટરટેઇનમેન્ટગુજરાત

પેનોરમા સ્ટુડિયોઝની ગુજરાતી ફિલ્મ “હું અને તું” ઈન એસોશિએશન વીથ સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે

આતુરતાથી રાહ જોવાઈ રહેલ ગુજરાતી ફિલ્મ “હું અને તું”નું “ટીઝર આવી ગયું છે. મેકર્સ પેનોરમા સ્ટુડિયોઝ એ સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન સાથે પ્રથમ વખત સહયોગ કર્યો છે. દ્રશ્યમ, દ્રશ્યમ-2 અને પ્યાર કા પંચનામા ફ્રેન્ચાઈઝી જેવી સફળ હિન્દી ફિલ્મો બનાવનાર કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યા છે. આજે રિલીઝ થયેલું ટીઝર એક અભૂતપૂર્વ સિનેમેટિક અનુભવ આપવાની ખાતરી આપે છે. ટીઝર નિહાળો – https://bit.ly/HuaneTu_Teaser

 

આ ફિલ્મનું ટીઝરપ્રખ્યાત અને બહુમુખી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાની મુખ્ય ભૂમિકા દર્શાવે છે કે જેઓનો કોમિક ટાઈમિંગ ગુજરાતી અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં શ્રેષ્ઠ છે. ટીઝરમાં દર્શાવવામાં આવેલ વિનોદી વન-લાઈનર્સ, વિભિન્ન પરિસ્થિતિઓ અને દોષરહિત કોમિક ટાઈમિંગના કારણે પહેલાથી જ પ્રેક્ષકોને મૂવી રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

આ ફિલ્મના ટિઝરને દર્શકોએ ઈન્ટરનેટ પર ઘણી વખાણી છે.  આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા ઉપરાંત સોનાલી લેલે દેસાઈ, પૂજા જોષી અને પરીક્ષિત તામલિયા જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મના દિગ્દર્શક મનન સાગર છે જેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

 

આ ફિલ્મમાં કેદાર અને ભાર્ગવની જોડીએ મ્યુઝિક આપ્યું છે. ઉલ્લેખનીય છે કે પેનોરમા સ્ટુડિયોઝના પ્રોડક્શનની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. આપણા માટે ખરેખર ગર્વ લેવા જેવી વાત છે કે કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક જેવા ફિલ્મ મેકર્સ કે જેમણે સફળ હિન્દી ફિલ્મો આપી છે તેઓ હવે “હું ને તું” ગુજરાતી ફિલ્મ દ્વારા અન્ય એક સફળ પ્રોજેક્ટ આપવા માટે તૈયાર છે. “હું અને તું” એ કોમેડી ફિલ્મ છે જેના લેખક વિનોદ સરવૈયા છે કે જે કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે.

 

કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, સિદ્ધાર્થ રાંદેરિયા અને ઇશાન રાંદેરિયા દ્વારા નિર્મિત, સંજીવ જોશી મુરલીધર છટવાની અને અનવિત રાંદેરિયા દ્વારા સહ- નિર્મિત ફિલ્મ “હું અને તું” કે જે મનન સાગર દ્વારા દિગ્દર્શિત છે તે પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા ૩૦ ઓગષ્ટના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે. પેનોરમા મ્યુઝિક દ્વારા આ ફિલ્મનું મ્યુઝીક આપવામાં આવ્યું છે.

 

તમારા કેલેન્ડરને માર્ક કરી દો કારણકે “હું અને તું” 30મી ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સુસજ્જ છે. આ કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે થિયેટરમાં જઈને નિહાળો અને આનંદ માણો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button