શિનોર થી માલસર રોડના ડામરીંગ નું તારીખ 15 ગુરુવારે ખાતમુહૂર્ત કર્યા પછી બે દિવસમાં કામ બંધ

શિનોર થી માલસર રોડના ડામરીંગ નું તારીખ 15 ગુરુવારે ખાતમુહૂર્ત કર્યા પછી બે દિવસમાં કામ બંધ
કોન્ટ્રાક્ટરે તારીખ 1 સપ્ટેમ્બર થી તારીખ 31 ડિસેમ્બર 2025 સુધીમાં આ રોડનું કામ પૂરું કરવાનું હતું.
શિનોર તાલુકાના શિનોર થી માલસર રોડ 7 મીટર થી 10 મીટર પહોળો કરવાનો કોન્ટ્રાક્ટ રુદ્રા ઇન્ફા પ્રોજેક્ટને રૂપિયા 5 કરોડ 14 લાખમાં આપવામાં આવ્યો હતો ,તેને તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધીમાં આ રોડનું કામ પૂરું કરવાનું હતું. પરંતુ કામ પુરૂ થઈ શક્યુ નહોતું. જેના કારણે યાત્રાધામ માલસર જતા યાત્રાળુઓ, રાહદારીઓ, ખેડૂતો સહિત પુલ ઉપરથી જતા વાહનો ને ભારે અગવડ પડી હતી. જેનો ભારે વિરોધ વંટોળ ઊભો થયો હતો. વર્તમાન પત્રમાં પણ વારંવાર સમાચારો ચમકચા હતા. જેના કારણે આશરે સાડા 10 મહિના પછી તારીખ 15 ઓક્ટોબર 2026 ગુરુવારે ધારાસભ્ય અક્ષય પટેલે પોતાના કાર્યકરો સાથે આવી મશીન ની પૂજા કરી કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ કામ પૂરું થાય પછી તુરત સાધલી કાયાવરોહણ રોડનું કામ હાથ ધરવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવી હતી.
શિનોર માલસર રોડનું ખાતમુહૂર્ત કર્યા પછી એક સાઇડે રામવાડી સુધી કામ કરીને રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જે છેલ્લા પાંચ દિવસથી સદંતર કામ બંધ છે. અને હજુ પણ ડામર નહીં મળે તો આગામી દસ દિવસ સુધી કામ બંધ રહેવાની વકી છે. તંત્ર અને કોન્ટ્રાક્ટર પાસે પૂરેપૂરો ડામર નહોતો ,તો ખાતમુહૂર્ત કરવાની ઉતાવળ કેમ કરવામાં આવી ????? તે ચર્ચાનો વિષય બનેલ છે. આ કામની શરૂઆત તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી જ કોન્ટ્રાક્ટર તથા માર્ગ મકાન વિભાગના ઇજનેરો દ્વારા મેળાપીપણા માં ગમે તે કારણોસર આ કામને ખોરંભે નાખવામાં આવ્યું હતું અને 31 ડિસેમ્બર ચાર માસમાં કામ પૂરું કરવાનું હોવા છતાં સાડા 10 મહિના સુધી આ કામને ખોરંભે નાખવામાં આવ્યું હતું અને તારીખ 15 ઓક્ટોબરે ધારાસભ્ય અક્ષય પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કર્યા પછી પણ હાલ કામ બંધ છે. માર્ગ મકાન વિભાગનું તંત્ર ધારાસભ્ય ના વચનનું પણ જો પાલન ના કરતા હોય તો સામાન્ય જનતાની તો વાત જ ક્યાં કરવાની રહી.???



