- દવાઓથી તો ફક્ત રોગોની સારવાર થાય, દર્દીની સારવાર તો એક ડોક્ટર જ કરી શકે.
- ડોક્ટર્સ ટ્રીટ, ગોડ હિલ્સ
- ફક્ત દવાથી રોગ તમારો નહીં મટે, સંબંધ પણ હું ઉમેરીશ જરા સારવારમાં – ડોક્ટર
News: દર વર્ષે 1 જુલાઈએ ડો. બિધાન ચંદ્ર રોયનાં જન્મદિવસે અને પુણ્યતિથીએ ભારતમાં ડોક્ટર દિવસ ઉજવાય છે. ડો. રોયનો જન્મ 1 જુલાઇ, 1882નાં કલકત્તાના પટના શહેરમાં થયો હતો. તેઓ પ્રસિદ્ધ ચિકિત્સક હતા.
તેમણે કોલકતા શહેરમાં મેડીકલ અભ્યાસ પૂર્ણ કરીને એમ.આર.સી.પી અને એફ.આર.સી.એસની શિક્ષા લંડનમાંથી લીધી હતી. 1911માં ભારતમાં ચિકિત્સક તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી. તેઓ બંગાળનાં મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેમનું મૃત્યુ પણ 1 જુલાઈ, 1962નાં રોજ થયું હતું. તેમના સ્મરણમાં 1991થી ભારતે ડોક્ટર દિવસ ઉજવવાનું શરૂ કર્યું.
ડોક્ટરી એક આદર્શ પ્રોફેશન માનવામાં આવે છે. આ દિવસ મેડિકલ ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ અને સંશોધનો કરનારા ડોક્ટરોનાં સન્માન માટે છે.
ડોક્ટર જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહેલા દર્દીઓની સારવાર કરીને તેમને નવજીવન આપે છે, આ જ કારણે તેમને ધરતી પરનાં ભગવાન કહેવામાં આવે છે.
કોરોનાકાળમાં જયારે આખા વિશ્વ પર ખતરો આવ્યો, ત્યારે ડોકટરો જ આ પરિસ્થિતીનો સામનો કરવા સજ્જ બન્યા હતા. 24 કલાક, ન સહી શકાય એવી પી.પી.ઈ કીટ પહેરીને એ લોકોની સેવા કરતા રહ્યા.
ડોક્ટરો પોતાની પરીવારથી દૂર રહીને શ્રદ્ધા સાથે દર્દીઓની સારવારમાં જ ધ્યાન આપતા રહ્યા. તેમની આ જ સમર્પણના કારણે જ તેઓ સન્માન પામવા યોગ્ય છે.