4.20 લાખનું સામૂહિક શૌચાલય સાત માસમાં જ ખખડ્યું, દિવ્યાંગોનો રેમ્પ અને મહિલાઓનું બારણું તૂટ્યું

4.20 લાખનું સામૂહિક શૌચાલય સાત માસમાં જ ખખડ્યું, દિવ્યાંગોનો રેમ્પ અને મહિલાઓનું બારણું તૂટ્યું
શિનોર તાલુકાના સાધલીમાં 4,20,000 ના ખર્ચે બનેલ સામૂહિક શૌચાલય ના બારણા તથા દિવ્યાંગો માટેનો રેમ્પ માત્ર સાત માસમાં તૂટી ગયા.
શિનોર તાલુકાના સાધલી મુકામે ઘણા વર્ષો ની માંગણી પછી બનેલ સામૂહિક શૌચાલયનું લોકાર્પણ તારીખ 27 જાન્યુઆરી 2026 ના રોજ થયું હતું.
શિનોર તાલુકાના મુખ્ય મથક સાધલી ગામે જાહેર શૌચાલય ઘણા સમયથી નહોતું. વારંવાર ની રજૂઆત પછી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરા ના સૌજન્યથી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ₹4,20,000 ના ખર્ચે સામૂહિક શૌચાલય બનાવવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ, પુરુષો તથા દિવ્યાંગ લોકો માટે બાથરૂમ, વોશબેસિન ,ઉભા બેઠા ટબ ,અને પાણીની સુવિધા હતી. જેનું લોકાર્પણ તારીખ 27 જાન્યુઆરી 2026 ના રોજ સારંગપુર -બોટાદની બસ ની સાથે સાથે મહિલા સરપંચ મનિષા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેને આજે સાત માસ પણ પૂરા થયા નથી ત્યાર પહેલા દિવ્યાંગો માટે બનાવેલ રેમ્પ તૂટી ગયેલ છે, અને દિવ્યાંગોથી અંદર જઈ શકાય તેમ નથી, જેથી આરબી નો ઉપયોગી બનેલ છે તેવી જ રીતના મહિલાઓ માટેના શૌચાલયમાં પ્રવેશદ્વારે મુકેલ બારણું છેલ્લા દોઢ- બે મહિનાથી તૂટી ગયેલ છે, અને બહાર ખુલ્લામાં પડી રહેલ છે, જેથી મહિલાઓ પણ સ્ત્રી મર્યાદા ના કારણે શૌચાલયનો સાચો ઉપયોગ કરી શકતા નથી. શૌચાલયની આજુબાજુ કેબીનો મૂકવાથી લોકોની અવર-જવર હોવાથી મહિલાઓ સંકોચ પામે છે.
સાધલી ગ્રામ પંચાયતના સત્તાધીશો વર્ષો પછી બનેલા અને સાત માસમાં જ તૂટેલા આ શૌચાલયની મરામત કરાવી દિવ્યાંગો માટે તથા મહિલાઓ માટે ફરીથી ઉપયોગી થાય તે માટે પ્રયત્નો કરે એ ખાસ જરૂરી છે.



