સુરત: લીંબાયત મસ્જિદે ફૈઝે રસૂલના પંટાગણમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
સુરત: ઇસ્લામિક નવું વર્ષ મુહરરમ મહિના થી શરૂ થાય છે. મુસ્લિમો સમાજ નો પવિત્ર તેહવાર આ મહિનામાં ઉજવાય છે.જેમાં મોહરમ (તાજીયા) નિમિત્તે મુસ્લિમ તારીખ પ્રમાણે ૯ માં દિવસે અને ૧૦ માં દિવસે તાજીયા નું જુલસ કાઢવામાં આવેછે. જેમાં મુસ્લિમ બિરાદર સમેત માનનારાઓ તેમાં મોટી સંખ્યામાં જોડાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર સુરત શહેરમાં તાજીયા જુલૂસ નીકળશે જેને લઈ સુરક્ષા બંદોબસ્ત ના ભાગરૂપે લિંબાયત વિસ્તારની ફૈઝે રસુલ મસ્જિદ ના પટાંગણ માં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સુરત શહેર જોઇન્ટ સીપી,(સેક્ટર -૧) પ્રવીણ સિંહ એલ. માલ અને પોલીસ અધિકારીઓ ની આગેવાનીમાં તમામ તાજીયા કમિટીના સદસ્યો અને સામજિક કાર્યકરો સમેત સ્થાનિક લોકો બેઠક માં ઉપસ્થિતિ રહ્યા હતા.જોઇન્ટ સીપી પી.એલ.માલ એ બેઠક ને સંબોધતા કહ્યું કે આપણે દરેક તેહવાર ને ભાઈ ચાર થી ઉજવ્યો છે. આજે મુહર્રમ (તાજીયા) નો તેહવાર કોમી એખલાસ અને ભાઈ ચારા સાથે ઉજવાય તેવી શહેરીજનોને અપીલ કરી હતી.અને વધુમાં જણાવ્યુ કે તમને જ્યાં પણ તકલીફ પડે હેરનગતી થાય કે અમારો સંર્પક કરો અમે સુરત પોલીસ હંમેશા આપની સાથે છે.