રાજકોટ જિલ્લાના યુવા અગ્રણી આનંદ અમૃતિયાને ૩૭મા જન્મદિનની શુભકામનાઓ

રાજકોટ જિલ્લાના યુવા અગ્રણી આનંદ અમૃતિયાને ૩૭મા જન્મદિનની શુભકામનાઓ
સૌરાષ્ટ્રના જાહેર જીવનના અગ્રણી,પ્રદેશ ભાજપના કારોબારી સદસ્ય દિનેશભાઈ અમૃતિયાના સુપુત્ર,યુવા સમાજસેવી,લેન્ડ ડેવલોપર્સ તેમજ સૌરાષ્ટ્રના ખૂબ જાણીતા અલ્ટ્રા મોડર્ન એવા પેરેડાઈઝ હોલના સંચાલક આનંદ અમૃતિયાનો તા.૫,સોમવારે રોજ ૩૭મો જન્મદિન છે.નાનપણથી જ લોહીના સંસ્કારને લઈને સેવાક્ષેત્રને વરેલા આનંદ અમૃતિયા રકતદાન,ચક્ષુદાન,દેહદાન,અંગદાન,ગૌસેવા/જીવદયા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરી રહ્યા છે.
શ્રી ઉમિયા માતાજી,સિદસરમા યુવા સમિતિના ઉપપ્રમુખ,કરુણા ફાઉન્ડેશન-એનિમલ હેલ્પલાઇનના કારોબારી સદસ્ય આનંદ અમૃતિયાના જન્મદિવસ નિમિતે રાજકોટ સાંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા સાહેબ,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાજપના આગેવાન મનીષભાઈ ભટ્ટ,રાજકોટ શહેર ભાજપના એડવોકેટ ડૉ.માધવ દવે,પ્રદેશ ભાજપના આગેવાન ધવલ દવે, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશ ટીલાળા ,સમાજના મોભી અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) જેરામભાઈ વાંસઝાળીયા,એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સદસ્ય મિતલ ખેતાણી,રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,અરવિંદભાઈ રૈયાણી,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા સહિતના અનેક અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી છે.