Uncategorized

સેતુ મીડિયા દ્વારા આયોજિત કવિ સંમેલનમાં “વિન્ડો” ફૂડ પાર્ટનર તરીકે જોડાયું

  • વિન્ડો એ એનર્જી સ્નેકની બ્રાન્ડ
  • 300થી વધુ લોકોએ વિન્ડોની અનેકવિધ પ્રોડક્ટ્સના સ્વાદનો આનંદ માણ્યો

વિન્ડો એ ભારતની નવી ઉભરતી સ્નેકિંગ બ્રાન્ડ છે, જે કોમલ પટેલ- ડાયેટિશિયન અને ચંદન માલૂ દ્વારા સંચાલિત છે. વિન્ડો એ એનર્જી સ્નેકની બ્રાન્ડ છે, જેમાં ફૂડ પ્રોડક્ટ્સ હેલ્ધી ઘટકોથી બનવવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારના પ્રોસિસ્ડ ફૂડ કે રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો નથી.  વિન્ડો લોકોને આ સ્વાદની ક્રાંતિમાં જોડાવવા અને વધારે એનર્જેટિક અને હેલ્થી સ્નેકિંગનું ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે સેતુ મીડિયા દ્વારા  16મી સપ્ટેમ્બર, 2023ના રોજ અમદાવાદમાં દિનેશ હોલ ખાતે યોજાયેલ કવિસંમેલન – સંબોધન: અભિવ્યક્તિનો અવસરમાં “વિન્ડો” ફૂડ પાર્ટનર ણતરીકે જોડાયું હતું અને 300થી વધુ લોકોએ તેમની રાગી મસાલા ભાખરી, મૂંગ બાજરા ભાખરી,  વિવિધ પ્રકારના ખાખરા વેગેરે જેવી અનેકવિધ પ્રોડક્ટ્સના સ્વાદનો આનંદ માણ્યો હતો.

“સંબોધન- અભિવ્યક્તિ નો અવસર” કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિઓ તુષાર શુક્લ, રક્ષા શુક્લ, રમેશ ચૌહાણ, જીતેન્દ્ર જોશી, પારસ પટેલ, નીરવ વ્યાસ, અશોક ચાવડા, જીગર ઠક્કર તથા હરદ્વાર ગોસ્વામી પોતાની ઉત્તમ રચનાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી આ કવિસંમેલનનું સંચાલન કર્યું હતું. કવિઓ દ્વારા વર્ણવામાં આવેલ ગઝલો, કવિતાઓ વગેરેથી ઉપસ્થિત પ્રેક્ષકો સાહિત્યના રંગમાં રંગાઈ ગયા હતા. બાપુનગર વિસ્તારના એમએલએ શ્રી દિનેશસિંહ કુશવાહ, ભાજપ પક્ષના પૂર્વ નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ  તથા ગુજરાત પોલીસના રિટાયર્ડ ડીવાયએસપી શ્રી તરુણભાઇ બારોટની ખાસ ઉપસ્થિતિથી આ કાર્યક્રમની શોભા વધી ગઈ હતી.

આ કાર્યક્રમમાં ફૂડ પાર્ટનર ‘વિન્ડો’, વાસ્તુ પાર્ટનર ‘મહાવિદ્યા’, સોશિયલ મીડિયા પાર્ટનર ‘ધ ફિલ્મી ફોક્સ’, ડેકોરેશન પાર્ટનર ‘ઉત્સવ ડેકોરેશન’, પ્રિન્ટિંગ પાર્ટનર ‘369  મીડિયા કન્વર્જન્સ’, કોમ્યુનિકેશન પાર્ટનર ‘કલગી ટેલિકોમ’, ડિઝાઇન પાર્ટનર ‘ડીઆર ડિઝાઇનિંગ’, હેલ્થ પાર્ટનર ‘અલ્ટીમેટ હેલ્થ’, ડિજિટલ પાર્ટનર ‘સીવિન્ડ’ અને ‘ટચ પોઇન્ટ પબ્લિશિંગ’ તથા અન્ય સપોર્ટિંગ પાર્ટનર તરીકે સક્સેસ મીડિયા એજન્સી, કવિ જગત, વી- કેર ફાઉન્ડેશન, જીઓન ઈન્ફોર્મેટિક્સ વગેરે જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button