દેશ

૨૯ જુલાઈ, “વિશ્વ વાઘ દિવસ”

૨૯ જુલાઈ, “વિશ્વ વાઘ દિવસ”

 

વિશ્વભરમાં ૨૯ જુલાઈનાં દિવસે “વિશ્વ વાઘ દિવસ” મનાવવામાં આવે છે. વાઘ ફેલિડે (બિલાડી, જંગલી બિલાડી અથવા પેન્થેરા ટાઈગ્રીસ વગેરે)નાં પરિવારનો એક સભ્ય છે. તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. વાધોની ઘટતી સંખ્યા તેમજ તેના સંરક્ષણ માટેની જાગૃતતા ફેલાવાનાં હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો નિર્ણય વર્ષ ૨૦૧૦માં સેન્ટ પીટર્સ બર્ગ “ ટાઈગર સમ્મિટ “ માં કરવામાં આવ્યો હતો. વિશ્વમાં દિવસે દિવસે ઘટતા જતા વાઘોનું રક્ષણ કરવું આવશ્યક હતું, આ બાબતે કશું ન કરવામાં આવે તો વાઘ ધીમે ધીમે અલિપ્ત થવાને આરે હતા માટે આ સંમેલનમાં વાઘની આબાદી ધરાવતા ૧૦ દેશોએ એવું કહ્યું કે વર્ષ ૨૦૨૨ સુધી તેઓ વાઘની આબાદી બમણી કરશે.

 

સૌથી મોટી વાઘની પેટા જાત સાઇબેરીયન વાઘ છે. કોઇ પણ પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલા આ વાઘની શ્રેણી સાઇબેરીયન તાઇગા, ખુલ્લી ઘાસ આચ્છાદિત જમીનથી લઇને ઉષ્ણકટીબંધીય વૃક્ષ વિસ્તારમાં જળબંબાકારમાં પણ રહી શકે છે. તેઓ અમુક પ્રદેશમાં રહે છે અને સામાન્ય રીતે એકલું રહેનાર પ્રાણી છે. ભારતમાં બાંધવગઢ નેશનલ પાર્ક(મધ્યપ્રદેશ), પેંચ ટાઈગર રીઝર્વ(મધ્યપ્રદેશ), રણથંભોર નેશનલ પાર્ક(રાજસ્થાન), જીમ કોર્બેટ નેશનલ પાર્ક(ઉતરાખંડ) ચાર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જ વાઘ જોવા મળે છે.

સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હાલ માત્ર 4500થી પણ ઓછા જંગલી વાઘ બચ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button