મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, બસમાં લાગી ભીષણ આગ, 25 લોકોના મોત
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, બસમાં લાગી ભીષણ આગ, 25 લોકોના મોત
મહારાષ્ટ્રના (Maharashtra) બુલઢાણામાં (Buldhana) શુક્રવારે મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. નાગપુરથી પૂણે જઈ રહેલી બસને બુલઢાના સિંદખેડમાં અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં આગ લાગવાથી 20થી વધુ લોકોના મોત થયા છે. બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. 6થી 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસ વિદર્ભ ટ્રાવેલ્સની હતી. જો કે પોલીસ-પ્રશાસન દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ વિદર્ભ ટ્રાવેલ્સની ખાનગી બસ હતી, જે નાગપુરથી પૂણે જઈ રહી હતી. સિંદખેડમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પરથી પસાર થતી વખતે બસ લપસી ગઈ અને પછી પલટી ગઈ. બસમાં ભીષણ આગ લાગી હતી.
મુસાફરોની બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોએ આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ડ્રાઈવર, કંડક્ટર સહિત આઠ મુસાફરોને સલામત રીતે બચાવી લીધા હતા.