ચૂંટણી ટાણે રાતોરાત બનેલો ₹1.16 કરોડનો રસ્તો વપરાશ પહેલાં જ તૂટ્યો, ભ્રષ્ટાચારની વ્યાપક ગંધ

ચૂંટણી ટાણે રાતોરાત બનેલો ₹1.16 કરોડનો રસ્તો વપરાશ પહેલાં જ તૂટ્યો, ભ્રષ્ટાચારની વ્યાપક ગંધ
સુરાશામળ થી દિવેરનો રૂપિયા એક કરોડ 16 લાખના ખર્ચે મોડે મોડા ચૂંટણી સમયે દેખરેખ વગર બનેલો રસ્તો વપરાશ થતાં પહેલાં સાઇડો ઉપર તૂટવા લાગતાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે.
શિનોર તાલુકાના સુરાશામળ થી દિવેર નો મંજૂર થયેલ રસ્તો ઉતરાયણ પહેલા તારીખ 8 જાન્યુઆરી 2026 ની આસપાસ છૂટા મેટલો પાથરવામાં આવ્યા હતા. જેનાથી ખેતરમાં જનાર ખેડૂતો ભારે હેરાન થતા હતા અને વાહનો બંધ થવાથી પગે ચાલીને જવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ તારીખ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા રૂપિયા 1 કરોડ 16 લાખના ખર્ચે ઇમરજન્સી વર્ક હેઠળ મંજૂર થયેલ 3500 મીટર રસ્તાના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્ત કર્યા પછી દોઢ મહિનો તારીખ 30 માર્ચ સુધી કોઈ કામ કરવામાં આવેલ નહોતુ. અને તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં 1એપ્રિલ 2026 થી કોન્ટ્રાક્ટર દ્વારા તંત્ર સાથે મેળાપીપણું કરીને રાતોરાત વેટ ઉતાર અપૂરતા મટીરીયલ સાથે કામ કરી ને રસ્તો બનાવેલ છે, જેના કારણે આ રસ્તાની આજુબાજુની ધારો તૂટવા માંડેલ છે અને રસ્તાની બાજુમાં જ ઊભા કરેલા લાઈટ ના થાંભલા વાહનોની ટક્કર લાગવાથી તૂટી ગયા છે. રસ્તાની બાજુમાં સાઈડ શોલ્ડરીંગ કરવામાં આવેલ નથી. રસ્તાની પોલીસ કરવામાં આવેલ નથી અને ખાસ જરૂરી તો બાંધકામના નિયમ મુજબ કેટલા એસ્ટીમેન્ટથી, કેટલા રૂપિયામાં, કેટલા સમયમાં પૂરું કરવાનુ તે દર્શાવતું જરૂરી માહિતીનું જાહેરાતનું બોર્ડ લગાડવામાં આવેલ નથી. જિલ્લા માર્ગ મકાન તંત્ર આ બાબતે તપાસ કરીને પુરા એસ્ટીમેન્ટ મુજબ પૂરેપૂરું કામ કરાવે એવી માંગ છે માર્ક મકાન વિભાગ ડભોઇ દ્વારા આ રસ્તાની શરૂઆતથી કેમ દેખરેખ રાખવામાં આવી નથી, તે પણ તપાસનો વિષય બનેલ છે. 8 જાન્યુઆરીથી શરૂ કરાયેલ આ કામ ચૂંટણી 1 એપ્રિલ થી જાહેર થયા પછી 80 દિવસ પછી કેમ શરૂ કરાયું તે પણ તપાસનો વિષય છે. માર્ગ મકાન તંત્ર અને કોન્ટ્રાક્ટર સાથે મેળાપીપણાની પણ તપાસની જરૂર છે. હાલ તો કામગીરી જોતા સરકારના રૂપિયાનો વેડફાટ થયો હોય તેમ લાગે છે.



