“મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” કામરેજ તાલુકાનાં વાંસદારૂંઢિ ગામે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
શિલાફલકમનું અનાવરણ, પંચ પ્રતિજ્ઞા ગ્રહણ, વૃક્ષારોપણ, ધ્વજ વંદન અને શહીદ સ્મૃતિ વંદના કરવામાં આવી હતી.
સુરત:રવિવારઃ- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનનો હેતુ દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા નાયકો, શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે ‘મારી માટી મારો દેશ’ અભિયાનની દેશ-રાજ્યવ્યાપી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે કામરેજ તાલુકાના વાંસદારૂંઢિ ગામે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની વાંસદારૂંઢિ પ્રાથમિક શાળામાં દેશના વીર સપૂતોને નમન સાથે ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
‘મારી માટી મારો દેશ’ અભિયાનની ઉજવણી પ્રસંગે વાંસદારૂંઢિ ગામે વીર શહીદોના નામ સાથેની શિલાફલકમનુ અનાવરણ, ગ્રામજનોએ હાથમાં માટી લઈ પંચપ્રણ પ્રતિજ્ઞા લેવાની સાથે સેલ્ફી લીધી હતી. સાથે જ વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ અને વીરોને વંદન સહિત અંતમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના અગ્રણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ઉત્સાહ દર્શાવ્યો હતો.