ચેક રિટર્ન કેસમાં કતારગામના વેપારીને એક વર્ષની સજા: સુરત કોર્ટનો નિર્ણય
Surat News: સુરત, તા. ૨૨ – કતારગામના એમ્બ્રોડરી વેપારી પાસેથી લીધેલા રૂ. ૧૦ લાખના ચેક રિટર્ન કરાવનાર કઠોદરાના વેપારીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ.
કતારગામના ડભોલી ચાર રસ્તા પાસે મોહનદીપ સોસાયટીમાં રહેતાં અશ્વીન ગોરધન ભૂંગળીયા, જે એમ્બ્રોડરી ટેક્સટાઇલના વેપારી છે, વિપુલ મગન સેંજરીયા રહે. ૨૦૩, બિલ્ડિંગ એ/૧, સૌરાષ્ટ્ર દર્શન રેસીડેન્સી, કઠોદરા સાથે મિત્રતા બનતા, ૨૦૨૦ માં વિપુલની અંગત જરૂરિયાતને કારણે અશ્વિને રૂ. ૧૦ લાખ ઉછીના આપ્યા હતા.
પ્રોમિસરી નોટ આપ્યા બાદ, વિપુલ દ્વારા આપેલો ચેક રિટર્ન થતાં અશ્વિને કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. કેસ ચાલી રહ્યો હતો ત્યારે વિપુલે રૂ. ૪.૩૭ લાખનું સમાધાન કર્યું, પરંતુ તે ચેક પણ રિટર્ન થયો.
કોર્ટમાં ફરીથી કેસ ચાલી રહ્યા દરમિયાન, ચેક રિટર્નના પુરાવાઓ અને એડવોકેટની દલીલો માન્ય રાખીને, કોર્ટે વિપુલ સેંજરીયાને એક વર્ષની સજા ફટકારી. સાથે જ, રિટર્ન થયેલા ચેકની રકમ ૬ ટકા વ્યાજ સહિત ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો.