જય શ્રી રામ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું ચૌટા બજાર

જય શ્રી રામ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું ચૌટા બજાર
સંકટ મોચન હનુમાન મંદિરે હનુમાન યાગ અને મહાપ્રસાદનું સુંદર આયોજન
ચૈત્ર સુદ પૂર્ણિમા નિમિતે તા. 02/04/2026, ગુરુવારે, હનુમાન જન્મોત્સવ નિમિત્તે ચૌટા બજાર સ્થિત પૌરાણિક શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિસભર કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પવનપુત્ર હનુમાનજીના પ્રાગટ્ય મહોત્સવને વધાવવા માટે શહેરના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉજવણીના ભાગરૂપે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા છે. સવારે ૧૦ થી બપોરે ૪ દરમિયાન વિશ્વ શાંતિ અને કલ્યાણ અર્થે હનુમાન યાગ યજ્ઞનું આયોજન કર્યું છે. સાંજે ૭ કલાકે કર્મકાંડી ભુદેવ અજયભાઈ જોશી એ આરતી કરાવી છે પછી સામૂહિક હનુમાન ચાલીસાનું ગાન કરવામાં આવ્યું છે.આ અવસરે મંદિર પરિસરને રોશની અને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યુ છે. હનુમાનજી દાદાને વિશેષ ‘સિંદૂર અભિષેક’ અને ‘અન્નકૂટ’ ધરવામાં આવ્યું છે.
હનુમાનજી મંદિરના ટ્રસ્ટી જતીનભાઈ હોરા, લાલભાઈ કણિયા તથા દેવ સેવક અનિલભાઈ જાની, બકુલભાઈ જાની, જયેશભાઈ જાની એ જણાવ્યું હતું કે, “હનુમાન દાદાના જન્મોત્સવ પ્રસંગે અમે દર વર્ષે સેવાની સરવાણી વહેવડાવીએ છીએ. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા છે, જે માટે સ્વયંસેવકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.”અમે તમામ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય ઉત્સવમાં સહભાગી થવા અને દાદાના આશીર્વાદ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. આશિષ કાપડિયા, ભૌતિક ગાંધી, સમીર સોની, ભાવિન ત્રિવેદી, સેન્કી સોની, પ્રશાંત સોની, હિમાંશુ ચાંપાનેરિયા, સંદીપ વરિયાવ વાલા, પ્રશાંત કાપડિયા, રવિ ગાંધી, પ્રિન્સ ત્રિવેદી, લખન ત્રિવેદી તથા આજુબાજુના રહેવાસી- દુકાનદારોએ સફળ બનાવવા જહેમત ઉઠાવી છે. અંતે મહાપ્રસાદી લઈને સૌ છુટા પડ્યા છે.



