શિક્ષા

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનીમાં આયોજીત IRIS રાષ્ટ્રીય મેળામાં ભારતની ઉભરતી STEM પ્રતિભાનું પ્રદર્શન

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનીમાં આયોજીત IRIS રાષ્ટ્રીય મેળામાં ભારતની ઉભરતી STEM પ્રતિભાનું પ્રદર્શન


અમદાવાદ : અમદાવાદના શાંતિગ્રામમાં આવેલી અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનપદે તા. ૬ થી ૮ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા IRIS રાષ્ટ્રીય મેળો ૨૦૨૫-૨૬ કોહોર્ટ- ૨એ અમદાવાદને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) વિષયોમાં શાળાકીય કક્ષાના સંશોધન અને નવીનતા માટેનું એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે.
ત્રણ દિવસના આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ૧૨ રાજ્યો અને ૨૪ શહેરોના મળી ૭૫ વિદ્યાર્થી અન્વેષકો, શિક્ષકો, સંશોધકો અને માર્ગદર્શકોએ ભાગ લીધો હતો. શિક્ષણને વર્ગખંડો અને પાઠ્ય પુસ્તકોથી ઉપર ઉઠીને આગળ વધવાના હેતુથી રચાયેલ અને સહભાગીઓને વાસ્તવિક દુનિયાની વૈજ્ઞાનિક પૂછપરછ અને સમસ્યાના નિરાકરણ સાથે જોડવા સક્ષમ બનાવતા આ મેળામાં વિદ્યાર્થીના સંશોધન પ્રદર્શનો, માળખાગત માર્ગદર્શન, પરિસંવાદ અને સાર્વજનિક જોડાણ જેવી વિષય વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો
આ મેળાના સમાપન સમારોહમાં ભાગ લેતા ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મોદી સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સાથે સુસંગત રહીને પ્રારંભિક સંશોધન અને તેનો ઉઘાડ, વૈજ્ઞાનિક સ્વભાવ અને અનુભવલક્ષી શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે સંશોધન ફક્ત યુનિવર્સિટીઓની પ્રયોગશાળાઓ સુધી મર્યાદિત ન રહેતા તે હવે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી સંસ્થાઓમાંથી આરંભાય છે. વિદ્યાર્થીઓ વહેલા સવાલો કરવાનું શરૂ કરીને વિચારોનું પરીક્ષણ અને નિષ્ફળતામાંથી શીખે છે ત્યારે તેઓ વૈજ્ઞાનિક સ્વભાવનો પાયો નાખતા હોવાથી શાળાઓએ ફક્ત શિક્ષણ કેન્દ્રો જ નહીં બની રહેતા વિચારો અને ઉકેલોના ઇન્ક્યુબેટર બનવું જોઈએ.
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રયોજક અને અદાણી સમૂહના નોન એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રીમતી નમ્રતા અદાણીએ આ દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરતા જણાવ્યું હતું કે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ જિજ્ઞાસાને વહેલી કેળવવવામાં અને શિક્ષણને પાઠ્ય પુસ્તકોથી ઉપર ઉઠીને આગળ વધવાની હિમાયત કરે છે.IRIS જેવા રાષ્ટ્રીય મેળાવડાઓ પ્લેટફોર્મ બની વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાના પડકારો પર સવાલો કરવા, પ્રયોગ કરવા અને જ્ઞાન લાગુ કરવાની મોકળાશ આપે છે.
આચાર્યો અને શિક્ષકોના પરિસંવાદ સાથે આરંભ થયેલા કાર્યક્રમમાં સમગ્ર અમદાવાદની શાળાઓના અગ્રણીઓને પૂછપરછ-આધારિત STEM શિક્ષણશાસ્ત્ર અને અનુભવ આધારિત વર્ગખંડ પ્રણાલીઓને મજબૂત બનાવવા વિષે છણાવટ કરવા માટે એકત્ર કરવામાં આવ્યા હતા. ક્યુરેટેડ પ્રદર્શનો મારફત વિદ્યાર્થીઓએ નિષ્ણાત મૂલ્યાંકન અને માર્ગદર્શન દ્વારા સમર્થિત મૂળ સંશોધન પ્રદર્શિત કર્યું હતુ.
તા. ૭મી ફેબ્રુઆરીના રોજ સ્પર્ધાત્મક મૂલ્યાંકનની શરૂઆત સાથે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન અને ઇજનેરી મેળા (ISEF)૨૦૨૬ માટે ક્વોલિફાઇંગ પ્લેટફોર્મ તરીકે સેવા આપતા આ મેળાના સમાપનમાં ૧૫ પ્રોજેક્ટ્સને સુવર્ણ અને ૧૦ને રજત પદક એનાયત કરાયા હતા. આ સાથે સુવર્ણ પદક વિજેતાઓ વિશ્વ સ્તરે રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાની અંતિમ પસંદગી માટેના રાઉન્ડમાં ભાગ લેશે..
સમાપન સમારોહમાં અદાણી સમૂહના આંતર રાષ્ટ્રીય વ્યવસાયના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અમિત સિંહે વૈવિધ્યસભર સમૂહ વતી ઉપસ્થિત વરિષ્ઠ અગ્રણીઓ વતી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું
રાજ્યના વિકાસશીલ શિક્ષણ ઇકોસિસ્ટમમાં યોગદાન આપી રહેલી અમદાવાદ અને ગુજરાતમાં સર્વાંગી શિક્ષણ માટે પ્રતિબદ્ધ સંસ્થા તરીકે STEM સંશોધન, વૈશ્વિક સ્પર્ધાઓ, રમતગમત, કલા અને નેતૃત્વ વિકાસ સહિતના સહ-અભ્યાસક્રમ અને અભ્યાસેતર ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરવા સાથે શૈક્ષણિક જૂસ્સાને સતત જોડનાર શૈક્ષિણક સંસ્થા તરીકે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રતિષ્ઠાને IRIS રાષ્ટ્રીય મેળાના આયોજનથી પુષ્ટી મળી છે.
પ્રારંભિક તબક્કાના સંશોધન, સહયોગ અને નવીનતા માટે ઉત્પ્રેરક તરીકે શાળાઓની વધતી જતી ભૂમિકાને કૈન્દ્રમાં રાખી IRIS રાષ્ટ્રીય મેળો ૨૦૨૫-૨૬નું સફળ આયોજન ભારતની આગામી પેઢીના વૈજ્ઞાનિક વિચારકો માટેનો પાયો મજબૂત બનાવશે.
ભારતભરમાં ધો.૫થી ૧૨ના વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સંશોધન પ્રત્યે પ્રેરીત કરવા સાથે યુવાનોમાં વૈજ્ઞાનિક સંશોધન સંવર્ધન અને વૃધ્ધિ માટેની EXSTEMPLAR Education Linkers Foundation અંતર્ગત IRIS કાર્યક્રમની પહેલ થકી એક રાષ્ટ્રીય મંચ પુરો પાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ વૈજ્ઞાનિક સંશોધન અને અભિનવ ખોજમાં સક્રિય રસ ધરાવતી ભારતીય યુવા પ્રતિભાઓના ISEF ખાતે પ્રતિનિધિત્વ માટે કેડી કંડારે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button